Manika Plastech IPO:મનિકા પ્લાસ્ટેકનો IPO 11 સપ્ટેમ્બરે ખુલશે, શેરદીઠ રૂપિયા 40-43 પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ

Manika Plastech IPO:મનિકા પ્લાસ્ટેકનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) આગામી 11 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે. કંપનીએ તેના જાહેર ભરણા માટે રૂપિયા 2 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 40-43 નક્કી કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 08 Sep 2026 08:51 PM (IST)Updated: Tue, 08 Sep 2026 08:51 PM (IST)
manika-plastech-limiteds-initial-public-offer-to-open-on-september-11-2026
IPO-News-21-August-2026-1787332281735.webp

Manika Plastech IPO:મનિકા પ્લાસ્ટેકનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) આગામી 11 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે. કંપનીએ તેના જાહેર ભરણા માટે રૂપિયા 2 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 40-43 નક્કી કરવામાં આવી છે.

કંપનીનું જાહેર ભરણું 11 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 16 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે એક દિવસ એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ ભરણું ખુલ્લુ રહેશે. રોકાણકારો ઓછામાં ઓછા 348 ઈક્વિટી શેર અને ત્યારબાદ 348 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે.

આ ઓફરમાં કુલ રૂપિયા 92.5 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને કુલ 76,74,418 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ સામેલ છે. કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેના મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા,કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોન અને અન્ય ઋણની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી અને/અથવા સમય પહેલાં ચુકવણી કરવા માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

કંપની તેના ઈક્વિટી શેરોનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે.

આ ઉપરાંત, ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (RIBs)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં તમામ બિડર્સ માટે Application Supported by Blocked Amount (ASBA) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત છે.