Karamtara Engineering IPO: કરમતારા એન્જિનિયરિંગનો IPO 9 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂપિયા 241થી રૂપિયા 254 નક્કી થઈ

Karamtara Engineering IPO:કરમતારા એન્જિનિયરિંગ લિમિટેડ તેના ઇક્વિટી શેરના આઈપીઓના સંદર્ભમાં ઓફર બુધવાર, 9 સપ્ટેમ્બર 2026ના રોજ ખોલશે.ઓફર શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 8 સપ્ટેમ્બર 2026 રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 09 Sep 2026 12:10 AM (IST)Updated: Wed, 09 Sep 2026 12:10 AM (IST)
karamtara-engineering-limited-ipo-of-equity-shares-to-open-on-wednesday-09-september-2026
IPO News Prasol Chemicals

Karamtara Engineering IPO:કરમતારા એન્જિનિયરિંગ લિમિટેડ તેના ઇક્વિટી શેરના આઈપીઓના સંદર્ભમાં ઓફર બુધવાર, 9 સપ્ટેમ્બર 2026ના રોજ ખોલશે.ઓફર શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 8 સપ્ટેમ્બર 2026 રહેશે.

બિડ ઓછામાં ઓછા 59 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 59 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. ઇક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂપિયા 241થી રૂપિયા 254 નક્કી કરવામાં આવી છે. આ ઓફરનું કુલ કદ રૂપિયા 10 ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 3,63,07,052 ઇક્વિટી શેરનું છે, જેની કુલ કિંમત રૂપિયા 8,750.00 મિલિયન સુધીની છે. ઇક્વિટી શેરને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

આ ઓફર માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.JM ફાઇનાન્શિયલ લિમિટેડ, ICICI  સિક્યોરિટીઝ લિમિટેડ અને IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. કંપનીએ બુક રનિંગ લીડ મેનેજર સાથે ચર્ચા કરીને લાગુ કાયદા હેઠળ મંજૂરી મુજબ રૂપિયા 750.00 મિલિયનના કમ્પલસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર (સીસીપીએસ)નું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કર્યું હતું.

આ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કંપનીએ બુક રનિંગ લીડ મેનેજર સાથે ચર્ચાવિચારણા કરીને નક્કી કરેલી કિંમતે કરવામાં આવ્યું હતું અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (આરઓસી) સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરતા પહેલાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ મારફતે ઊભી કરવામાં આવેલી રકમને, સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)નું પાલન કરવાની શરતે, ફ્રેશ ઇશ્યૂમાંથી બાદ કરવામાં આવી હતી.