Jio Platforms IPO GMP Today: દેશના પ્રાઈમરી માર્કેટમાં જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)ના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ને લઈને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 21 ઓક્ટોબરથી શરૂ થયેલો આ આઈપીઓ ભરવાની આજે 23 ઓક્ટોબર 2026 ના રોજ છેલ્લો દિવસ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર મજબૂત પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જે લિસ્ટિંગ પર શાનદાર વળતરનો સંકેત આપે છે.
GMP અને અપેક્ષિત લિસ્ટિંગ ગેઇન
ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એ અનઓફિશિયલ માર્કેટમાં શેરની માંગ અને રોકાણકારોના સેન્ટિમેન્ટ દર્શાવતો મહત્વનો સંકેત છે. જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ માટે હાલના મજબૂત સંકેતો નીચે મુજબ છે:
વર્તમાન GMP: ₹245 પ્રતિ શેર
- અપેક્ષિત લિસ્ટિંગ ગેઇન: આશરે 21.89%
- સૌથી ઉંચો GMP: ₹280 (21 ઓક્ટોબર 2026 ના રોજ)
- સૌથી નીચો GMP: ₹125 (3 ઓક્ટોબર 2026 ના રોજ)
આઈપીઓની અપર પ્રાઈઝ બેન્ડ ₹1119 ધ્યાને લેતા, ગ્રે માર્કેટ ₹245 ના પ્રીમિયમ સાથે આશરે 21.89% ના લિસ્ટિંગ ગેઇનની શક્યતા દર્શાવે છે.
દિવસ મુજબ GMP ટ્રેન્ડ (Day-wise Movement)
છેલ્લા કેટલાક દિવસોમાં જિયો પ્લેટફોર્મ્સના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આ મુજબનો ગ્રાફ જોવા મળ્યો છે:
23 ઓક્ટોબર: ₹245 (21.89% ગેઇન)
22 ઓક્ટોબર: ₹245 (21.89% ગેઇન)
21 ઓક્ટોબર: ₹250 (22.34% ગેઇન)
20 ઓક્ટોબર: ₹260 (23.24% ગેઇન)
19 ઓક્ટોબર: ₹260 (23.24% ગેઇન)
18 ઓક્ટોબર: ₹245 (21.89% ગેઇન)
17 ઓક્ટોબર: ₹220 (19.66% ગેઇન)
આઈપીઓ ઈશ્યૂની મહત્વની વિગતો
- આઈપીઓ ખુલ્લા રહેવાની તારીખો: 21 ઓક્ટોબર 2026 થી 23 ઓક્ટોબર 2026
- પ્રાઈઝ બેન્ડ: ₹1065 થી ₹1119 પ્રતિ શેર
- ઈશ્યૂ સાઈઝ: આશરે ₹30,213 કરોડ (27,00,00,000 ફ્રેશ ઈક્વિટી શેર)
- ફેસ વેલ્યૂ: ₹10 પ્રતિ શેર
- કર્મચારીઓ માટે છૂટ: ₹54 પ્રતિ શેર
- લિસ્ટિંગ: BSE અને NSE
એન્કર બુકમાં પણ 30 ગણી માંગ
જાહેર ભરણા માટે રિટેલ રોકાણકારો સમક્ષ આઈપીઓ ખુલે તે પહેલાં 19 ઓક્ટોબરના રોજ એન્કર ઈન્વેસ્ટર્સ માટે ઈશ્યૂ ખુલ્યો હતો. એન્કર બુક માટે ફાળવાયેલા ₹8110 કરોડ સામે ₹2.5 લાખ કરોડની માંગ જોવા મળી હતી. એન્કર ઈન્વેસ્ટર પોર્શન 30 ગણાથી વધુ ભરાયો હતો, જેમાં બ્લેકરોક, કેપિટલ ગ્રુપ, JP મોર્ગન, SBI MF, ICICI પ્રુડેન્શિયલ, HDFC MF અને LIC જેવા દિગ્ગજ દેશી-વિદેશી રોકાણકારો સામેલ રહ્યા હતા.
(GMP સોર્સ આઈપીઓ વોચ)
