FPI Withdrawal:ભારતીય શેરબજારથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI) તરફથી વેચવાલી સતત જારી છે. વિદેશી રોકાણકારોને ઓક્ટોબરમાં ભારતીય શેરબજારથી રૂપિયા 34,843 કરોડનું રોકાણ ઉપાડ્યું છે.
આ સતત બીજા મહિનામાં છે, જ્યારે વિદેશી રોકાણકારોએ મોટાપાયે ભારતીય બજારથી પૈસા પાછા ખેંચ્યા છે. જોકે, ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં વિદેશી રોકાણકાર ફરીથી ખરીદી કરી હતી અને તેમણે 26થી 30 ઓક્ટોબર દરમિયાન આશરે રૂપિયા 6,300નું રોકાણ કર્યું છે.
સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ની આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં FPIએ ભારતીય શેરબજારમાંથી રૂપિયા 35,861 કરોડ ઉપાડ્યા હતા. આ અગાઉ જુલાઈ મહિનામાં રૂપિયા 20,200 કરોડ અને ઓગસ્ટમાં રૂપિયા 29,631 કરોડ રોકાણ કર્યું હતું.
રૂપિયા 2.95 લાખ કરોડ રોકાણ પાછું ખેંચ્યું
ઓક્ટોબરમાં રોકાણ ખેંચ્યા બાદ વર્ષ 2026માં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ કૂલ પાછું ખેંચવામાં આવેલ રકમ રૂપિયા 2.95 લાખ કરોડ થયું છે. બજાર વિશેષજ્ઞોનું માનવું છે કે ઓક્ટોબરના અંતિમ કારોબારી સત્રોમાં વિદેશી રોકાણકારોની ખરીદીથી નજીકની અવધિમાં રોકાણ સંબંધિત ધારણામાં સુધારાના સંકેત મળ્યા છે, જોકે ફક્ત એક સપ્તાહની ધરીદીને વિદેશી મૂડી પરત ખેંચડવાના સંકેત માની શકાય નહીં.
આ દરમિયાન ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ વિદેશી રોકાણકારોની વેચવાલીને સંભાળવા અને બજારને સ્થિરતા આપવામાં મહત્વની ભૂમિકા છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વ
અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને સ્થિર રાખવાના નિર્ણય, ભારતની મોટી કંપનીઓના શેરોનું આકર્ષક મૂલ્યાંકન અને ઘરેલુ અર્થતંત્રમાં સતત વૃદ્ધિના સંકેત વિદેશી રોકાણકારોની ધારણામાં સુધારાના સંભવિત કારણ થઈ શકે છે.
