BLS Polymers IPO: કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડના ઉત્પાદક BLS પોલિમર્સ લિમિટેડે જાહેર કર્યું છે કે કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 27 ઓક્ટોબર, 2026ના રોજથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ સોમવાર, 26 ઓક્ટોબર, 2026 છે તથા બીડ/ઇશ્યુ ગુરુવાર, 29 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યુ દ્વારા રૂ. 25,500 લાખ એકત્ર કરવાની યોજના ધરાવે છે તેમજ બીએસઇ અને એનએસઇ પ્લેટફોર્મ્સ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.
ઇશ્યુનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 142-150 નિર્ધારિત કરાયો છે તેમજ લધુત્તમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 શેર્સના ગુણાંકમાં બીડ કરવાની રહેશે, જેમાં પ્રતિ ઇક્વિટી શેરની મૂળ કિંમત રૂ. 10 છે. યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
આઇપીઓમાં પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10ની મૂળ કિંમતના 1,70,00,000 ઇક્વિટી શેર્સનો બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. પ્રાઇઝ બેન્ડના હાયર એન્ડ ઉપર, (1) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઇબી) માટે 85,00,000 ઇક્વિટી શેર્સ, જેમાંથી બીઆરએલએમના પરામર્શથી પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10ની મૂળ કિંમતના 51,00,000 ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયા છે, (2) પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10ની મૂળ કિંમતના 25,50,000 ઇક્વિટી શેર્સ નોન ઇન્સ્ટિટ્યુશનલ બીડર્સ (એનઆઇબી) અને (3) પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 59,50,000 ઇક્વિટી શેર્સ રિટેઇલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇબી)ને ફાળવાશે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ બીએલએસ પોલિમર્સ ઓફરમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 7,756.07 લાખનો ઉપયોગ કંપનીની ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે તેની વર્તમાન પ્રોડક્ટ્સની ઉત્પાદન ક્ષમતા વધારીને મૂડી ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરશે, રૂ. 8,950.00 લાખ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે તેમજ બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઓફર ખર્ચ માટે કરશે.
નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની ટેલિકોમ્યુનિકેશન, પાવર, રેલવે, વોટર, ઓઇલ અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન જેવી વિવિધ મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝને સેવા આપતા કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડનું ઉત્પાદન કરે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબજ વૈવિધ્યસભર છે, જે વાયર અને કેબલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીને વિવિધ સોલ્યુશન્સ ઓફર કરે છે અને તેમાં હાઇ ડેન્સિટી પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (HDPE), મીડિયમ-ડેન્સિટી પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (MDPE) અને લાઇનર લો-ડેન્સિટી પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (LLDPE), ક્રોસ-લિંક્ડ પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (XLPE), હેલોજન ફ્રી ફ્રેમ રિટાડન્ટ કમ્પાઉન્ડ્સ (HFFR), પોલીવિનાઇલ ક્લોરાઇડ કમ્પાઉન્ડ્સ (PVC), કેબલ ફિલિંગ કમ્પાઉન્ડ્સ (CFC) અને એડહેસિવ કોટિંગ કમ્પાઉન્ડ્સ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
