Anil Ambani Stocks: અનિલ અંબાણીના આ પાવર શેરોમાં રોકાણકારોના પૈસાનો સફાયો થઈ ગયો, સ્ટોક પ્રાઈઝ 90% થી વધુ ગગડી ગયો

છેલ્લા 6 મહિનામાં પાવર કંપનીના શેર 44 ટકાથી વધુ ઘટ્યા છે. રિલાયન્સ પાવરના શેરનું 52 અઠવાડિયાનું ઉચી સપાટી રૂપિયા 76.49 છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 24 Feb 2026 10:25 AM (IST)Updated: Tue, 24 Feb 2026 10:25 AM (IST)
anil-ambani-reliance-power-share-hits-new-52-week-low-cracked-over-90-percent

Reliance Power Share Price: અનિલ અંબાણીની માલિકીની પાવર કંપની રિલાયન્સ પાવર (Reliance Power)ના શેર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઘટી રહ્યા છે. મંગળવારે રિલાયન્સ પાવરના શેર રૂપિયા 25.61 પર આવી ગયા છે. કંપનીના શેર માટે આ એક નવો નીચો ભાવ છે. રિલાયન્સ પાવરના શેર મે, 2008ના સ્તરથી 90 ટકાથી વધુ ઘટ્યો છે. છેલ્લા 6 મહિનામાં પાવર કંપનીના શેર 44 ટકાથી વધુ ઘટ્યા છે. રિલાયન્સ પાવરના શેરનું 52 અઠવાડિયાનું ઉચી સપાટી રૂપિયા 76.49 છે.

રિલાયન્સ પાવરના શેર 90% થી વધુ ઘટ્યા છે
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર 90% થી વધુ ઘટ્યા છે. 23 મે, 2008 ના રોજ રિલાયન્સ પાવરના શેર ₹274.81 પર હતા. 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ કંપનીના શેર ઘટીને ₹25.55 પર આવી ગયા. છેલ્લા ત્રણ મહિનામાં રિલાયન્સ પાવરના શેર 33% ઘટ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેર 25% થી વધુ ઘટ્યા છે. રિલાયન્સ પાવરનું માર્કેટ કેપ સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ₹10,715 કરોડથી નીચે આવી ગયું.

રિલાયન્સ પાવરે અગાઉ તેના શેરધારકોને બોનસ શેર ભેટમાં આપી દીધા હતી. મે 2008માં કંપનીએ 3:5 ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કર્યાં હતા. એટલે કે કંપનીએ દરેક 5 શેર માટે 3 બોનસ શેરનું વિતરણ કર્યું હતું. સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ પ્રમોટર્સ કંપનીના હિસ્સાના 24.98 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર શેરહોલ્ડિંગ 75.02 ટકા છે.