વડોદરા, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન અને ઉત્પાદક કંપની એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની કામગીરીમાંથી સંગઠિત ધોરણે આવક વાર્ષિક ધોરણે 83.32 ટકા વધીને ₹ 224.71 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹ 122.58 કરોડ હતી. એ જ રીતે, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 71.48 ટકા વધીને ₹34.79 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹ 20.29 કરોડ હતો. ચોખ્ખા નફામાં વધારાને ગ્રાહકની માગ, હાલના કાર્યક્રમોના અમલ તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યવસાયમાં વધારા જેવા પરિબળો જવાબદાર છે.
30 સપ્ટેમ્બર, 2026 સુધી એમટ્રોનની કુલ અમલ ન થયેલી ઓર્ડર બુક ₹ 733.27 કરોડની હતી, જેમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના અનેક વિવિધ ક્ષેત્રોની માગ શામેલ છે. તેમાં સૌથી વધારે હિસ્સો ટેલીકોમ અને નેટવર્ક સીક્યોરિટીનો 26 ટકા છે. ત્યાર બાદ પાવરનો 24 ટકા, આઇઓટી, રોબોટિક્સ અને ડ્રોનનો 20 ટકા અને ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સને 10 ટકા છે. બાકીના ઓર્ડર ઓટોમોટિવ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, રગ્ડાઇઝ ઇલેક્ટ્રોનિક્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ), મેડિકલ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોની છે. ઓર્ડર બુકમાં સ્થાનિક વેપારનો હિસ્સો 78 ટકા છે, તો નિકાસનો હિસ્સો 22 ટકા છે.

કંપનીની આંતરરાષ્ટ્રીય પેટાકંપની એઆઇસીની અમલ ન થયેલી ઓર્ડર બુકમાં પણ વધારો જોવા મળ્યો હતો, જેમાં વાર્ષિક આધારે આશરે 161 ટકાનો વધારો થયો હતો અને 18.8 મિલિયન અમેરિકન ડોલર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ, પાવર અને ઊર્જા, રગ્ડાઇઝ ઇલેક્ટ્રોનિક્સ, આઇઓટી અને રોબોટિક્સ, મેડિકલ ટેકનોલોજી તથા એરોસ્પેસ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ગ્રાહકોની ભાગીદારી સતત જળવાઈ રહી છે.
કંપનીની કામગીરી પર ટિપ્પણી કરતા તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ જેરામ વસાણીએ કહ્યું હતું, "અમને એ જણાવતા આનંદ થાયછે કે, નાણાકીય વર્ષ2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અમારી કામગીરી બહુ મજબૂત રહી છે તેમાં આવક, EBITDA અને નફાકારકક્ષમતામાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. સાથે સાથે, અમારું કાર્યકારી માર્જિન પણ વધ્યું છે. આ કામગીરી અમારી કામ કરવાની મજબૂત ક્ષમતાઓ, કાર્યદક્ષતા પર અમારું ધ્યાન કેન્દ્રિત તથા વધારે મૂલ્ય ધરાવતા ઉત્પાદન અને ડિઝાઇન પર આધારિત સમાધાનોના વધતા પ્રદાનને દર્શાવે છે.
વધુમાં જણાવ્યું હતું કે અમને અમારી કામગીરીના મુખ્ય તમામ ક્ષેત્રોમાં સતત નવી તકો મળી રહી છે, ખાસ કરીને એ ક્ષેત્રોમાં જેમાં અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ટિગ્રેટેડ સમાધાનો અને વધારે ભરોસાપાત્ર ઉત્પાદનની જરૂર હોય છે. અમે અમારા ઉત્પાદન સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂ કરવા, આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કામગીરી વધારવા તથા પોતાની એન્જિનીયરિંગ અને ડિઝાઇન ક્ષમતાઓને શ્રેષ્ઠ બનાવવા માટે સતત રોકાણ કરી રહ્યાં છીએ. અમારું વ્યૂહાત્મક ધ્યાન એક એવા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન પ્લેટફોર્મ બનાવવા કેન્દ્રિત છે, જેને આગળ વધારી શકાય અને જે આંતરરાષ્ટ્રીયસ્તરે સ્પર્ધાત્મક હોય.
સાથે સાથે, અમે લાભદાયક વિકાસ અને કાર્યકારી શિસ્ત પર પણ ભાર મૂકી રહ્યાં છીએ. જેમ જેમ નાણાકીય વર્ષ 2026-27માં આગેકૂચ થઈ રહી છે, તેમ તેમ અમને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં ઊભી થતી લાંબા ગાળાની તકો પર પૂરો ભરોસો છે. અમને ખાતરી છે કે, એમટ્રોન આ નવી તકોનો લાભ ઉઠાવવા અને તમામ હિતધારકો માટે સતત મૂલ્યનું સર્જન કરવાની સારી સ્થિતિમાં છે."
એમટ્રોન ઓરિજિનલ ડિઝાઇન મેનુફેક્ચરિંગ (ઓડીએમ), ઇન્ટિગ્રેટેડ બોક્સ-બિલ્ડ સોલ્યુશન્સ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનમાં પોતાની ક્ષમતાઓને સતત વધારો કરી રહી છે, જેમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉત્પાદન કાર્યક્રમો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કંપની એન્જિનીયરિંગ, ડિઝાઇન અને ઉત્પાદનની ક્ષમતાઓમાં રોકાણ કરવાની સાથે આંતરરાષ્ટ્રીય બજારો, ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં પોતાની કામગીરી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
₹ 733 કરોડની અમલ ન થયેલી ઓર્ડર બુક અને વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકો સાથે જોડાણને પગલે કંપનીનું મુખ્યત્વે ધ્યાન કાર્યક્રમોને પૂર્ણ કરવા અને નાણાકીય વર્ષ 2026-27ના બાકીના સમયગાળામાં પોતાની ઉત્પાદનની ક્ષમતાઓ વધારવા પર કેન્દ્રિત છે.
