SBI Magnum Children's Benefit Fund: આજના મોંઘવારીના જમાનામાં દરેક માતા-પિતાને પોતાની ઝડપથી મોટી થતી દીકરીના લગ્નની ચિંતા સતાવે, તે સ્વાભાવિક છે. જો કે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હકીકતમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એક એવું મ્યુચ્યુઅલ ફંડ લઈને આવ્યું છે, જે તમારા દીકરી લગ્ન લાયક થાય, ત્યાં સુધીમાં એક મોટું ફંડ બનાવી શકે છે.
જો કે આ માટે તમારે 10 વર્ષ સુધી ધીરજપૂર્વક આ ફંડમાં નિયમિત રોકાણ કરવું પડશે. જે બાદ તમને એકસાથે 13 લાખ રૂપિયા મળશે. આ ફંડનું નામ SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ છે. તો ચાલો તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ…
SBI Magnum Children's Benefit Fund શું છે અને તેનાથી કેવી રીતે લાભ થાય?
આ યોજના ખાસ કરીને બાળકોના ભવિષ્યના ખર્ચાને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના બાળકોના શિક્ષણ, લગ્ન અને ઉજ્જવળ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોકાણ કરનારા લોકોને આર્થિક સુરક્ષા પુરી પાડે છે.
આ એક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ ઑપ્શન છે, જે રોકાણકારોને સારું રિટર્ન મેળવવાની તક આપે છે. આ ફંડમાં મુખ્યત્વે ઈક્વિટી અને ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવામાં આવે છે, જેના પરિણામે રિટર્નની સંભાવના વધારે રહે છે.
ખાસ કરીને આ યોજના દીકરીઓના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે આ ફંડમાં લોન્ગ ટર્મ ઈન્વેસ્ટ બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં સારા રિટર્નની સંભાવના રહે છે.
જો તમે કોઈ ચોક્કસ સમયમાં તમારી દીકરીના લગ્ન માટે જરૂરી રકમ એકઠી કરવા માંગો છો, તો તમે આ ફંડમાં રોકાણ કરવાનો તમારો નિર્ણય ખરેખર સાચો સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ ફંડમાં રોકાણકારો પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા રોકી શકે છે.
SBI Magnum Children's Benefit Fund Investment Process
ઑનલાઈન અરજીઃ રોકાણકાર ઑનલાઈન SBI મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણ કરી શકે છે
કેવાયસીઃ રોકાણકારને KYC કરાવવું પડે છે. જેમાં તેમની અંગત વિગતો, સરનામું સહિતના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવે છે
ફંડઃ એકવાર KYCની પ્રોસેસ પૂરી થયા બાદ રોકાણકાર પોતાની જરૂરિયા પ્રમાણે ફંડ અને રકમની પસંદગી કરી શકે છે
રોકાણઃ રોકાણકાર સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અથવા એકસાથે મોટી રકમનું રોકાણ કરી શકે છે
આ ફંડમાં કોણ અને કેટલું રોકાણ કરી શકાય?
આ ફંડ તમામ ભારતીય નાગરિકો અને સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે. આ સિવાય NRI પણ આ ફંડમાં રોકાણ કરી શકે છે. આ ફંડમાં રોકાણ કરવા માટે દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયા (SIP) અને 5000 રૂપિયા એકસાથે રોકાણ કરી શકાય છે. આ સિવાય રોકાણકાર ઈચ્છે તેટલી રકમનું રોકાણ કરી શકે છે. ખાસ વાત એ છે કે, આ ફંડમાં વધુમાં વધુ કેટલું રોકાણ કરવું તેની કોઈ મર્યાદા નથી.
કેટલું રિટર્ન મળે
SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડના રિટર્ટનનો આધાર બજાર પર નિર્ભર છે, કારણ કે ફંડ ઈક્વિટી અને ડેબ્ટ બન્નેમાં રોકાણ કરે છે. આ ફંડે 12 થી 15 ટકા સુધીનું ઐતિહાસિક રિટર્ન પણ આપ્યું છે. જો કે આ રિટર્ન સમય અને માર્કેટની સ્થિતિના આધારે બદલાઈ શકે છે. ઈક્વિટી આધારિત યોજનાઓના કારણે તેમાં બમ્પર રિટર્ન મળી શકે છે, પરંતુ આ સાથે જોખમ પણ રહે છે.
દર મહિને કે વર્ષે કેટલા રૂપિયા જમા કરાવવા જોઈએ?
જો તમે તમારી દીકરીના લગ્ન માટે ચોક્કસ રકમ એકઠી કરવા માંગો છો, તો તમારે સમયની સાથે નિયમિત રોકાણ કરવું પડશે. ધારો કે, તમારે દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયાની જરૂર છે અને તમારી પાસે 10 વર્ષનો જ સમય છે, તો તમે SIP થકી દર મહિને 6 હજાર રૂપિયા જમા કરાવી શકો છે. આમ 10 વર્ષમાં તમે લગભગ 7.20 લાખ રૂપિયાનું રોકાણ કરશો.
જો ફંડ 12 ટકા વાર્ષિક રિટર્ન આપે છે, તો વ્યાજ તરીકે તમને લગભગ 6.24 લાખ રૂપિયા મળશે. હવે તમારી જમા કરવામાં આવેલી કુલ રકમ 7.20 લાખ અને વ્યાજની રકમ 6.24 લાખ મળીને તમારી પાસે 13.44 લાખ રૂપિયા આવશે. આ ફંડમાં રોકાણ કરવાથી કેટલું રિટર્ન મળે તે જાણવા માટે તમે SIP કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છે. જે સમય, રોકાણની રકમ અને અપેક્ષિત રિટર્નના આધારે તમને અંદાજિત રકમ જણાવશે.
