Decision Of OPEC+: સાઉદી અરેબિયા અને OPEC+નું કહેવું છે કે તે મે મહિનાથી 2023ના અંત ભાગ સુધીમાં ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 15 લાખ બેરલનો ઘટાડો કરશે. સાઉદી અરેબિયા તથા OPECના અન્ય સભ્ય દેશોએ રવિવારે પોતાને ત્યાં ઓઈલના થતા ઉત્પાદનમાં આ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સ્થઆનિક મીડિયાની માહિતી પ્રમાણે મે મહિનાથી 2023ના અંત ભાગ સુધીમાં તે 15 લાખ બેરલ ઓઈલનું ઉત્પાદન ઘટાડશે.
કુવૈત, સંયુક્ત અરબ અમીરાત તથા અલ્જીરિયા સહિત OPEC+ના સાથી દેશોએ આ નિર્ણય સર્વાનુમતીથી લીધો છે. રશિયાના ઉપવડાપ્રધાને પણ કહ્યું છે કે મોસ્કો 2023ના અંત ભાગ સુધીમાં દૈનિક 5 લાખ બેરલ ક્રુડના ઉત્પાદનમાં કાપ મુકવાનું વલણ જાળવી રાખશે.
કયો દેશ કેટલું ઉત્પાદન ઘટાડશેઑ
UAEએ કહ્યું છે કે ઉત્પાદનમાં દૈનિક 1,44,000 લાખ બેરલ, કુવૈત 1,28,000 બેરલ, ઈકાર 2,11,000 બેરલ તેમ જ ઓમાન 40,000 બેરલ તથા અલ્જીરિયા 48,000 બેરલ ક્રુડ ઓઈલનું ઉત્પાદન ઘટાડશે.
રોઈટર્સના અહેવાલ પ્રમાણે OPEC+ સભ્ય દેશો દ્વારા આશરે દૈનિક 15 લાખ બેરલ ક્રુડ ઓઈલનું ઉત્પાદન ઘટાડવાની તૈયારી કરી લીધી છે. આ દેશોએ પોતાને ત્યાં સ્વૈચ્છીક રીતે ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
આ દેશોના નિર્ણયને લીધે મે મહિનાથી જ બજારમાં દરરોજ ઓછા પ્રમાણમાં ઓઈલ ઉપબ્ધ બનવાની શરૂઆત થઈ જશે. એટલે કે આગામી મહિનાથી લગભગ 1.1 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કાપની અસર થશે.
સિલિકોન વેલ બેંક ડૂબવા તથા ક્રેડિટ સુઈસ એજીની સ્થિતિ વચ્ચે ઓઈલની કિંમતો 80 ડોલરથી નીચે 15 મહિનાના નીચલા સ્તરે આવી ગઈ છે ત્યારે ઓઈલ ઉત્પાદક દેશો પોતાને ત્યાં ઓઈલનું ઉત્પાદન ઘટાડી પુરવઠાની સ્થિતિને નિયંત્રિત કરીને કિંમતોને ઊંચા લેવલ પર જાળવી રાખવા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.