Sakar Healthcare Ltd (NSE: SAKAR), રિસર્ચ આધારિત, API-ઇન્ટિગ્રેટેડ અને EU GMP મંજૂર ઓન્કોલોજી ઓરલ્સ તથા ઇન્જેક્શન બનાવતી મેન્યુફેક્ચરિંગ યુનિટ Sakar Healthcare Ltd | NSE: SAKAR એ 30 સપ્ટેમ્બર 2026નાં રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવર્ષના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
Q2FY27માં કંપનીનો નેટ પ્રોફિટ ગયા વર્ષની સરખામણીમાં 149% વધીને રૂ.11.30 કરોડ થયો (PAT માર્જિન 13%), જ્યારે Q2FY26માં નેટ પ્રોફિટ રૂ.4.54 કરોડ હતો (PAT માર્જિન 8%). Q2FY27માં EBITDA ગયા વર્ષની સરખામણીમાં 114% વધીને રૂ.24.34 કરોડ થયો (EBITDA માર્જિન 28%), જ્યારે Q2FY26માં EBITDA રૂ.11.35 કરોડ હતો (EBITDA માર્જિન 20%). Q2FY27માં ઓપરેશન્સમાંથી રેવન્યુ ગયા વર્ષની સરખામણીમાં 51.9% વધીને રૂ.87.41 કરોડ થઈ, જ્યારે Q2FY26માં રેવન્યુ રૂ.57.56 કરોડ હતી. Q2FY27માં વૃદ્ધિને નવી ઓન્કોલોજી મંજૂરીઓ, વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં મજબૂત માંગ, વધુ સારો ઓન્કોલોજી પ્રોડક્ટ મિક્સ, ઓપરેટિંગ લીવરેજ અને ખર્ચના શિસ્તબદ્ધ મેનેજમેન્ટથી સપોર્ટ મળ્યો.
H1FY27માં કંપનીએ રૂ.21.59 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો (PAT માર્જિન 13%), જ્યારે H1FY26માં નેટ પ્રોફિટ રૂ.9.21 કરોડ હતો (PAT માર્જિન 8%). આ ગયા વર્ષની સરખામણીમાં 134%નો વધારો દર્શાવે છે. H1FY27માં EBITDA ગયા વર્ષની સરખામણીમાં 90% વધીને રૂ.45.59 કરોડ થયો (EBITDA માર્જિન 28%), જ્યારે H1FY26માં EBITDA રૂ.24.06 કરોડ હતો (EBITDA માર્જિન 22%). H1FY27માં ઓપરેશન્સમાંથી રેવન્યુ ગયા વર્ષની સરખામણીમાં 45.4% વધીને રૂ.160.39 કરોડ થઈ, જ્યારે H1FY26માં રેવન્યુ રૂ.110.29 કરોડ હતી.
પરિણામો અંગે વાત કરતાં કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહે જણાવ્યું કે, Q2 FY27 અમારા ઓન્કોલોજી બિઝનેસ માટે નોંધપાત્ર પ્રગતિનો ક્વાર્ટર રહ્યો છે. રેગ્યુલેટરી મંજૂરીઓ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ગ્લોબલ માર્કેટમાં પહોંચ વધારવાના ક્ષેત્રોમાં સારો વિકાસ જોવા મળ્યા છે. આ ઉપલબ્ધિઓથી અમારી આંતરરાષ્ટ્રીય હાજરી મજબૂત બની છે, ગ્લોબલ પાર્ટનર્સ સાથેના સંબંધો વધુ સારા બન્યા છે અને ભવિષ્યના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર થયો છે.
અમારી EU GMP-મંજૂર અને API-ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી ફેસિલિટીમાંથી કોમર્શિયલ સપ્લાય શરૂ થવો એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અમારી ઇન-હાઉસ API ક્ષમતા અને ચાલુ ટેક્નોલોજી ટ્રાન્સફર પ્રોજેક્ટ્સના સહયોગથી અમે અમારા ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મને મજબૂત બનાવી રહ્યા છીએ, સપ્લાય ચેઇન પર વધુ નિયંત્રણ મેળવી રહ્યા છીએ અને રેગ્યુલેટેડ માર્કેટ્સને સેવા આપવાની અમારી ક્ષમતા વધારી રહ્યા છીએ.
