મુંબઈ, ભારતની સૌથી મોટી લગેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સફારી ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળામાં એની વૃદ્ધિમાં આગેકૂચ જાળવી રાખી છે અને ઊંચી વૃદ્ધિ કરી છે. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 9.1 ટકા વધીને 582.22 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹ 533.55 કરોડ હતી. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો (પીએટી – કરવેરાની ચુકવણી પછીનો નફો) ₹ 36.93 કરોડ થયો હતો.
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીની કુલ આવક 10.31 ટકા વધીને ₹ 1170.80 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹ 1061.38 કરોડ હતી. એ જ રીતે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ₹ 84.68 કરોડ હતો.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વચગાળાનું ડિવિડન્ડ રૂ. 2/- (100 ટકા) એટલે કે ઇક્વિટી શેરદીઠ રૂ. 2/- જાહેર કર્યું છે. કથિત વચગાળાનું ડિવિડન્ડ 5 ડિસેમ્બર, 2026 કે એ અગાઉ ચુકવવામાં આવશે.
વૃદ્ધિના આગામી તબક્કામાં આગેકૂચ કરવા ક્ષમતામાં વધારો કરવો
પોતાના મજબૂત નાણાકીય અને કામગીરીના પ્રદર્શનને આધારે સફારી ઇન્ડસ્ટ્રીઝ હાલોલ અને જયપુર સ્થિત પોતાના ઉત્પાદન એકમોની ક્ષમતા વધારવા વ્યૂહાત્મક રોકાણ કરી રહી છે, જેથી વિકાસના આગામી તબક્કા માટે એક મજબૂત પાયો નાંખી શકાય.
સફારી ઇન્ડસ્ટ્રીઝના બોર્ડની આજની બેઠકમાં કંપનીને મૂડીગત ખર્ચ માટે ₹ 170 કરોડ અને એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સફારી મેનુફેક્ચરિંગ લિમિટેડ માટે મૂડીગત ખર્ચ પેટે ₹ 60 કરોડની મંજૂરી આપી હતી. આ મૂડીગત ખર્ચ માળખાગત સુવિધાઓમાં વધારો કરવા, નવા વેરહાઉસ માટે જમીન સંપાદન માટે તથા પ્લાન્ટ અને મશીનરીના ઇન્સ્ટોલેશન માટે થશે.
એક વાર ક્ષમતામાં વધારાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામ યુનિટની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા વધીને દર મહિને અંદાજે 18 લાખ પીસ થઈ જશે.
આ સફારી ઇન્ડસ્ટ્રીઝના પ્રીમિયમાઇઝેશનની કામગીરીને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે અને કંપનીના લાંબા ગાળાના લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં મદદ કરશે. આ ભારતના સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવા પ્રત્યે સફારીની કટિબદ્ધતાને પણ દર્શાવે છે, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે.
નાણાકીય અને મુખ્ય કામગીરી :
- નાણાકીય વર્ષ 2026-27નો બીજો ત્રિમાસિક ગાળો
- કુલ આવક 9.1 ટકા વધીને ₹ 582.22 કરોડ થઈ, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹ 533.55 કરોડ હતી
- ચોખ્ખો નફો (પીએટી) ₹ 36.93 કરોડ થઈ
- નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો
- કુલ આવક 10.31 ટકા વધીને ₹ 1170.80 કરોડ થઈ, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹ 1061.38 કરોડ હતી
- ચોખ્ખો નફો (પીએટી) ₹ 84.68 કરોડ હતો
- વ્યવસાયિક કામગીરી :
- સફારી ઇન્ડસ્ટ્રીઝે કાર્લ્ટન રિટેલ પ્રાઇવેટ લિમિટેડ સાથે 20 વર્ષની બ્રાન્ડ લાઇસન્સિંગ સમજૂતી કરી
- કંપનીએ મેગ્નમ બાય સફારી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૈફ અલી ખાનની નિમણૂક કરી
સફારી ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુધીર જટિયાએ કહ્યું હતું : “આ ઉદ્યોગમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે, જે અંતર્ગત લગેજ જરૂરિયાતની ચીજવસ્તુને બદલે પ્રવાસીઓની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. અમારી વ્યૂહરચના સફારીની કામગીરીને વધારવાની સાથે અલગ-અલગ બ્રાન્ડ મારફતે પોતાના સ્પર્ધાત્મકતા લાભને મજબૂત કરવાનો પણ છે. અમારી પાસે વિવિધ બ્રાન્ડ છે, જે વાજબી કિંમતથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધી દરેક પ્રકારના ગ્રાહકોને પસંદ આવે છે. અમે એક એવો વ્યવસાય ઊભો કરીએ છીએ, જે લાંબા સમયમાં વધવાની સાથે મજબૂત થયો છે અને તેનું મૂલ્ય પણ વધ્યું છે. અમે હાલ એવી ક્ષમતાઓ વિકસાવવા રોકાણ કરી રહ્યાં છીએ, જે અમારા વિકાસના આગામી તબક્કાને દિશા આપશે.”
આ વ્યૂહરચનાનં હાર્દ છે – પ્રીમિયમાઇઝેશન અને સફારીની એકથી વધારે બ્રાન્ડના પોર્ટફોલિયોમાં સફારી, અર્બન જંગલ, સફારી સિલેક્ટ અને કાર્લ્ટન શામેલ છે, જે વિવિધ ગ્રાહક વર્ગો, અલગ-અલગ કિંમત ધરાવતી કેટેગરીઓ અને પ્રવાસ સાથે સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરે છે. દરેક બ્રાન્ડની રજૂઆતને મજબૂત કરીને અને ઉત્પાદનમાં ઇનોવેશન લાવીને તેમજ ફરક ઊભો કરવામાં રોકાણ કરીને કંપનીનું લક્ષ્ય ગ્રાહકોની બદલાતી પ્રાથમિકતાઓને સમજવાનો, ઉત્પાદનના મિશ્રણમાં સુધારો કરવાનું અને પોતાના સંપૂર્ણ પોર્ટફોલિયોમાં વધારે મૂલ્યનું સર્જન કરવાનો છે.
ક્ષમતામાં વધારાથી સફારી ઇન્ડસ્ટ્રીઝને વિકસતા બજારોમાં તકોનો લાભ ઉઠાવવામાં મદદ મળશે, કારણ કે કંપની પોતાની સ્પર્ધાત્મક સ્થિતિને મજબૂત કરવા અને લાંબા ગાળાના વિકાસ માટે એક સ્થાયી મંચ બનાવવાની સાથે ભારતની બહોળી ઉત્પાદન મહત્વાકાંક્ષાઓમાં પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે.
