Richa Infosystems:ટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સ ઇન્ટિગ્રેશન ક્ષેત્રે અગ્રણી કંપની રિચા ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડ(NSE: RICHA) એ તેની સ્વમાલિકીની કન્ઝ્યુમર બ્રાન્ડ 'અર્થોનિક' હેઠળ નવી 'કૂલ મેક્સ' (Cool Max) એર કંડિશનર શ્રેણી લોન્ચ કરીને સ્માર્ટ હોમ ક્લાઇમેટ કંટ્રોલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. આ લોન્ચ સાથે કંપનીએ સંસ્થાકીય AV અને સ્માર્ટ ક્લાસરૂમ ટેક્નોલોજી ઉપરાંત હવે સીધા ગ્રાહકોના રહેણાંક વિસ્તારો સુધી પોતાની પહોંચ વિસ્તારી છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુષાર શાહે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 26માં ₹142.81 કરોડની આવક અને 5,000થી વધુ ગ્રાહકોને સેવા આપ્યા બાદ, અમે આ આધુનિક રેન્જ રજૂ કરી છે. ગુજરાતમાં અમારી એસેમ્બલિંગ ક્ષમતાનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ આ એસી ભારતના 55°C સુધીના આકરા ઉનાળાના તાપમાનમાં પણ અસરકારક ઠંડક પૂરી પાડવા સક્ષમ છે.
આ સ્માર્ટ અને ઊર્જા-કાર્યક્ષમ શ્રેણીમાં 7-ઇન-1 ફ્લેક્સી કૂલિંગ, ઇકો ઇન્વર્ટર પ્લેટફોર્મ, 4-વે સ્વિંગ, AI વૉઇસ કંટ્રોલ, ઑટો-જિયો સેન્સિંગ અને ઇન્ટેલિજન્ટ સ્લીપ મોડ જેવી આધુનિક સુવિધાઓ મળે છે. સુરક્ષા માટે તેમાં 100% કોપર કન્ડેન્સર ટ્યુબિંગ અને નેનો ટેક એન્ટી-કોરોઝન કોટિંગ આપવામાં આવ્યા છે.
હેવી-ડ્યૂટી અને વિશ્વસનીય એવી આ શ્રેણી 5100W ફાસ્ટ કૂલિંગ ક્ષમતા, પર્યાવરણને અનુકૂળ R32 રેફ્રિજરન્ટ, હાઇડ્રોફિલિક બ્લુ ફિન્સ સાથેની 100% કોપર ટ્યુબ્સ, સેલ્ફ-ડાયગ્નોસિસ અને ઑટો-રિસ્ટાર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે. અર્થોનિક કૂલ મેક્સ એસી મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાત સહિતના મુખ્ય રાજ્યોમાં કંપનીના વિશાળ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક, રિટેલ પાર્ટનર્સ અને અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પોર્ટલ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
