અદાણી એનર્જી સોલ્યુશન્સની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન

અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે કંપનીએ મજબૂત નાણાકીય અને કાર્યકારી ગતિ સાથે પ્રથમ અર્ધવાર્ષિક ગાળો સંપ્પન કરી, ભવિષ્યના વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 23 Oct 2026 05:38 PM (IST)Updated: Fri, 23 Oct 2026 05:38 PM (IST)
record-performance-in-second-quarter-with-adani-energy-solutions-maintaining-strong-growth-momentum

Adani Energy Solutions:વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી કંપનીઓમાંની અને ભારતમાં સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ પ્લેટફોર્મ કંપની, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (“AESL”) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી હતી.

 નાણા વર્ષ ૨૭ના આ ગાળામાં વાર્ષિક ધોરણે કર બાદનો નફો બમણાથી વધુ વધીને રૂ. ૧,૩૬૪ કરોડ થયો છે. ટ્રાન્સમિશન અને સ્માર્ટ મીટરિંગમાં થયેલી વૃદ્ધિ, એનર્જી સોલ્યુશન્સ પ્લેટફોર્મ સેગમેન્ટના નોંધપાત્ર યોગદાન તથા વિતરણ વ્યવસાયના સ્થિર દેખાવને પરિણામે એબિડટા વાર્ષિક ધોરણે ૬૭% વધીને રૂ. ૩,૫૪૮ કરોડ અને અર્ધ વાર્ષિક ધોરણે એબિડટા ૬૨% વધી રૂ. ૬,૭૨૬ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

સમગ્ર પોર્ટફોલિયોમાં મજબૂત ઓપરેટિંગ કામગીરી, ઊર્જા સોલ્યુશન્સ પ્લેટફોર્મ, ચાલુ સ્માર્ટ મીટર રોલ આઉટ અને ઉચ્ચ સેવા કન્સેશન એરેન્જમેન્ટ (SCA)ની આવકના પરિણામે વાર્ષિક ધોરણે કુલ આવક ૫૧% વધીને રૂ. ૧૦,૨૩૯ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. જે વધેલા મૂડીખર્ચ અમલીકરણને પ્રતિબિંબિત કરે છે. નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાં કર બાદનો નફો ૧૪૫% વધીને રૂ. ૧,૩૬૪ કરોડ થયો છે જે ગત નાણા વર્ષ-૨૬ના સમાન ગાળામાં રૂ. ૫૫૭ કરોડ હતો. આ સમય દરમિયાન MSEDCL સાથે ૨,૫૦૦ મેગાવોટ વીજ પુરવઠો પુરો પાડવા માટેના કરાર કરવામાં આવ્યા છે.

નાણા વર્ષ ૨૦૨૭ના પ્રથમ છ માસિકમાં ટ્રાન્સમિશન કેપેક્સ ૧.૭ ગણો વધીને રૂ. ૫,૫૪૨ કરોડ થયો છે, જે ગત નાણા વર્ષના સરખા ગાળામાં રૂ. ૩,૩૪૩ કરોડ હતો.
કંપની એ કુલ ૧૪.૮૨ મિલિયન સ્માર્ટ મીટર લગાવીને તેની મજબૂત કાર્યકારી કાર્યક્ષમતા દર્શાવવા સાથે ઉદ્યોગમાં અમલીકરણના નવા માપદંડો સ્થાપ્યા છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે કંપનીએ મજબૂત નાણાકીય અને કાર્યકારી ગતિ સાથે પ્રથમ અર્ધવાર્ષિક ગાળો સંપ્પન કરી, ભવિષ્યના વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે વ્યૂહાત્મક વિઝાગ અને સાતારા ટ્રાન્સમિશન સંપત્તિ જીતીને અમારી મજબૂત વૃદ્ધિને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરી અમારી ઓર્ડર બુક રુ.૮૭,000 કરોડ સુધી વધારી છે.

તેમણે માહિતી આપતા કહ્યું કે કામકાજની દ્રષ્ટીએ અમારા મુંબઈ વિતરણ વ્યવસાયે વેચાયેલા અબજ યુનિટમાં ૧૧% નો વધારો કર્યો, જ્યારે સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મે તેનો ઇન્સ્ટોલેશન બેઝ ૧૫ મિલિયન મીટર સુધી વધાર્યો છે. MSEDCL સાથેના નોંધપાત્ર ૨.૫ GW RTC પાવર સપ્લાય કરારથી તેના ગ્રાહકો માટે મલ્ટિ-સોર્સ એનર્જી એગ્રિગેશન અને પાવર સપ્લાય ઑપ્ટિમાઇઝેશનમાં કંપનીની મુખ્ય ક્ષમતાઓને મજબૂત બનાવી છે. કંપનીના એનર્જી સોલ્યુશન્સ પ્લેટફોર્મે બીજા ત્રિમાસિકમાં રૂ. ૮૧૦ કરોડના એબિડટા સાથે મજબૂત પ્રદર્શન આગળ વધાર્યું છે.