Digital India: ભારત ડિજીટલ ટ્રાન્ઝેક્શનની બાબતમાં સતત ઝડપભેર આગળ વધી રહ્યું છે અને નવો રેકોર્ડ બની રહ્યો છે. સમગ્ર વિશ્વમાં UPIથી સૌથી વધારે પેમેન્ટ ભારતમાં થઈ રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
UPI અને કાર્ડથી એક વર્ષ દરમિયાન ભારતે રેકોર્ડ વૃદ્ધિ દર્શાવી છે. આ બાબતમાં દેશના તમામ શહેરોની યાદીમાં બેંગ્લુરુ ટોપ પર છે. જેણે સૌથી વધારે સંખ્યામાં ડિજીટલ પેમેન્ટ કર્યાં છે.
દેશમાં ડિજીટલ વ્યવહારોની બાબતમાં સિલિકોન વેલીના નામથી ઓળખાતા બેંગ્લુરુ ભારતીય શહેરોની યાદીમાં સૌથી વધારે છે. ફ્રાંસની પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનલ સર્વિસ કંપનીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે.
ધ હિન્દુએ વર્લ્ડલાઈન અહેવાલને ટાંકી કહ્યું છે કે બેંગ્લુરુએ વર્ષ 2022માં રૂપિયા 6500 કરોડના 29 કરોડ ડિજીટલ વ્યવહાર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બીજા ક્રમ પર દિલ્હી છે. દિલ્હીવાસીઓએ રૂપિયા 5000 કરોડના 1.96 કરોડ ડિજીટલ વ્યવહાર કર્યાં છે અને ત્યારબાદ મુંબઈમાં રૂપિયા 4950 કરોડના 1.87 કરોડ વ્યવહાર થયા છે.
અહેવાલ પ્રમાણે ચોથા ક્રમાંક પર રૂપિયા 3280 કરોડના 1.5 કરોડ ડિજીટલ વ્યવહાર સાથે પુણે અને રૂપિયા 3,550 કરોડના 1.43 કરોડના વ્યવહાર સાથે ચેન્નાઈ આવે છે.
ફિઝીટલ ટચ પોઇન્ટની બાબતમાં વર્ષ 2022માં ટોપ 10 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, વેસ્ટ બંગાળ અને પંજાબનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ 10 શહેરોમાં બેંગ્લરુ, નવી દિલ્હી, મુંબઈ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, એર્નાકુલમ, તિરુવંનંતપુરમ, થ્રિસ્સર અને કોઈમ્બતુરનો સમાવેશ થાય છે.