ટેક ડેસ્કઃ જો તમે 5G મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો અને Realme 10 Pro 5G ફોન તમને પસંદ છે તો, અત્યારે તમારા માટે બેસ્ટ ઓફર છે. ફિલ્પકાર્ટ પર આ ફોન ખૂબ જ ઓછી કિંમત પર ખરીદવાની તક મળી રહી છે. ફોનની શરૂઆતી કિંમત 20,999 રૂપિયા છે. પણ 1,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત તમને કેશબેક અને એક્સચેન્જ ઓફર મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ફોન હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે મળે છે. ફોનમાં ક્વાડ કોર સ્નેપડ્રેગન 695 5જી પ્રોસેસર અને 8 જીબી સુધીની રેમ સાથે 128 જીબી સુધી UFS 2.2નું સ્ટોરેજ સપોર્ટ મળે છે.
Realme 10 Pro 5G પર ઓફર્સ
રિઅલમી 10 પ્રો 5જી 6 જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,999 અને 8 જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 છે. પણ ફ્લિપકાર્ટ પર ડિસકાઉન્ટ પછી ફોનને 18,999 રૂપિયા અને 19,999 રૂપિયાનમાં ખરીદી શકાશે. Realme 10 Pro 5Gની ખરીદી પર ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડથી 5 ટકા ડિસકાઉન્ટ પણ મળશે.
સાથે જ કસ્ટમરોએ 694 રૂીપિયા પ્રતિ મહિનાનો ઇએમઆઈનો પણ ઓપ્શન મળશે. એટલું જ નહીં ફોનની ખરીદી પર આકર્ષક એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. ફોનની સાથે 18 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જોકે, આ કિંમત એક્સચેન્જ કરનારા ફોનના કન્ડિશન અને કંપની પર નિર્ભર કરે છે. જો તમને ફોન પર ફુલ એક્સચેન્જ વેલ્યૂ મળે છે તો તમે ફોનને 999 રૂપિયામાં ખરીદી શકો છો.
Realme 10 Pro 5Gના ફીચર્સ
Realme 10 Pro 5Gમાં એન્ડ્રોઇડ 13 આધારિત રિઅલમી યૂઆઈ 4.0 મળે છે. ફોનમાં 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. જે (2400 ×1080 પિક્સલ) રિઝોલ્યૂએશન અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનમાં ક્વાડ કોર સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસર અને 8 જીબી સુધીની રેમ સાથે 128 જીબી સુધીનું સ્ટોરેજ મળે છે. Realme 10 Pro 5Gની સાથે રેમને 16 જીબી સુધી વર્ચુઅલી વધારી શકાય છે.
Realme 10 Pro 5Gમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલ અને સેકેન્ડરી કેમેરા 2 મેગાપિક્સલનો છે. ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો મળે છે. રિઅલમી 10 પ્રોમાં 5000mAhની બેટરી અને 33W સુપરવૂક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ચાર્જિંગ અંગે કંપનીનો દાવો છે કે, ફોન 29 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે.