પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીનો નફો 34 ટકા ઉછળીને રૂપિયા 71.7 કરોડ નોંધાયો

ઈન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ ગ્રૂપ પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 71.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 33.9 ટકા વૃદ્ધિ સૂચવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 10:05 AM (IST)Updated: Thu, 29 Oct 2026 10:05 AM (IST)
prudent-corporate-advisorys-profit-surged-34-percent-to-rs-717-crore

Prudent Corporate Advisory:ઈન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ ગ્રૂપ પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 71.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 33.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 347.6 કરોડ સામે 21.6 ટકા વધી રૂ. 388.7 કરોડ પર રહી છે. જ્યારે કંપનીનો કામકાજી નફો વાર્ષિક ધોરણે 42.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 102.8 કરોડ પર જોવા મળ્યો છે. કંપનીએ બીજા ક્વાર્ટર દરમિયાન રૂ. 4138 કરોડનું સૌથી ઊંચું ઈક્વિટી નેટ સેલ્સ હાંસલ કર્યું હતું.

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન પ્રૂડન્ટે મ્યુચ્યુલ ફંડ બિઝનેસના સરેરાશ AUMમાં 20.7 ટકા જ્યારે ઈન્શ્યોરન્સ બિઝનેસમાં 46 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. મજબૂત આવક વૃદ્ધિ અને ખર્ચ પર અંકુશને કારણે વાર્ષિક ધોરણે કામકાજી નફો 42.4 ટકા જેટલો વધ્યો હતો તથા વાર્ષિક ધોરણે માર્જિન 3.9 ટકા વૃદ્ધિ સાથે 26.4 ટકા પર પહોંચ્યાં હતાં. પ્રૂડન્ટની માસિક SIP બુક સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 17 ટકા વધી રૂ. 1272 કરોડ પર પહોંચી હતી. ઉદ્યોગની સરખામણીમાં ઊંચા વૃદ્ધિ દરને કારણે MF ક્ષેત્રે કુલ SIP બુકમાં પ્રૂડન્ટનો હિસ્સો ગયા વર્ષના 3.5 ટકા પરથી વધી 3.7 ટકા પર પહોંચ્યો હતો.

પરિણામ પર ટિપ્પણી કરતાં પ્રૂડન્ટ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહે જણાવ્યું હતું કે 2026-27ના બીજા ક્વાર્ટરમાં પણ મજબૂત મોમેન્ટમ જળવાયું હતું. અમારો સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(SIF) બિઝનેસ વૃદ્ધિ માટે મુખ્ય ચાલકબળ બન્યો છે. અમારા SIF પાર્ટનર્સની સંખ્યા જૂન ક્વાર્ટરના 1323 પરથી વધી સપ્ટેમ્બરમાં 1792 પર પહોંચી હતી અને SIF AUM રૂ. 900 કરોડ પર પહોંચ્યું હતું. 2026-27ના પ્રથમ છ મહિનામાં નવા 3541 ચેનલ પાર્ટનર્સ ઉમેર્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ સૂચવે છે. ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કમાં વૃદ્ધિ સાથે મજબૂત એક્ઝિક્યૂશન પાછળ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ હિસ્સો વર્ષ અગાઉના 2.59 ટકા પરથી વધી 2.7 ટકા પર પહોંચ્યો હતો એમ શાહે ઉમેર્યું હતું.