Post Office NSC Scheme: આજકાલ મોટાભાગના લોકો સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરે છે. ત્યારે હાલમાં જ રિઝર્વ બેંક દ્વારા વધારવામાં આવેલા રેપો રેટ બાદ બેંકોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધાર્યો છે. કેન્દ્ર સરકારે પણ નાની સેવિંગ્સ સ્કીમમાં વ્યાજ દર વધારી દીધા છે. હવે પોસ્ટ ઓફિસે પણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર મળતા વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દર FDના વ્યાજથી પણ વધુ છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર હવે દર વર્ષે 7.7ના દર પર વ્યાજ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરવું FD જેટલું જ સુરક્ષિત છે. આ સ્કીમમાં ન્યૂનતમ 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકાય છે. આમાં 5 વર્ષનો લોક-ઈન સમયગાળો હોય છે. આ સ્કીમમાં રોકાણ કર્યા બાદ 5 વર્ષ પછી જ પૈસા કાઢી શકાય છે. આ સ્કીમ સુરક્ષિત છે તેમાં પૈસા ડૂબવાનો કોઈ ખતરો નથી.
બેંક NSCપર લોનની પણ સુવિધા આપે છે. ટેક્સ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળે છે. એક ફાઈનાન્સિયલ યરમાં 1 લાખ 50 હજાર રૂપિયા સુધી રોકાણ કરી ઈન્કમ ટેક્ષની ધારા 80c હેઠળ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
