SBIની FD સ્કીમમાં રોકાણ કરવાની તક! સિનિયર સિટીઝન્સને મળશે સામાન્ય લોકો કરતાં વધુ વ્યાજ

SBI FD Scheme: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) તેના ગ્રાહકો માટે નિયમિત આવક, સિનિયર સિટીઝનને વધારે વ્યાજ અને પર્યાવરણ અનુકૂળ રોકાણ માટે અનેક ખાસ ફિસ્ક્ડ ડિપોઝીટ તથા મન્થલી ઈનકમ સ્કીમ્સ રજૂ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 02:29 PM (IST)Updated: Mon, 02 Nov 2026 02:29 PM (IST)
sbi-fd-schemes-invest-once-and-get-monthly-fixed-income-with-extra-interest-for-senior-citizens

SBI FD Scheme: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) તેના ગ્રાહકો માટે નિયમિત આવક, સિનિયર સિટીઝનને વધારે વ્યાજ અને પર્યાવરણ અનુકૂળ રોકાણ માટે અનેક ખાસ ફિસ્ક્ડ ડિપોઝીટ તથા મન્થલી ઈનકમ સ્કીમ્સ રજૂ કરી છે. જો તમે એક સાથે પૈસા જમા કરો છો તો દર મહિને નિયમિત આવક મેળવવી જોઈએ અથવા તો સુરક્ષિત રોકાણના વિકલ્પ શોધી રહ્યા છે તો SBIની આ 3 મુખ્ય ડિપોઝીટ સ્કીમ્સ તમારા માટે વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે.

SBI એન્યુટી ડિપોઝીટ સ્કીમ

આ યોજના એવા લોકો માટે વધારે સારો વિકલ્પ છે કે જે એક સાથે રકમ જમા કરીને દર મહિને ફિક્સ્ડ આવક મેળવવા ઈચ્છે છે. તેમાં ગ્રાહકો એક વખતમાં પૈસા જમા કરે છે અને બેન્ક તેને EMI સ્વરૂપમાં દર મહિને ચુકવણી કરે છે. આ માસિક આવકનાં મૂલ રકમ અને વ્યાજ બન્નેનો સમાવેશ થાય છે.

ગ્રાહક 36, 60, 84 અથવા 120 મહિનાની અવધિ પસંદ કરી શકે છે. તેના પર મળનાર વ્યાજ બેન્કના સામાન્ય રિટેલ ટર્મ ડિપોઝીટ (FD)ના દરોની સમકક્ષ હોય છે. વ્યાજ ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડ હોય છે અને માસિક ધોરણે જોડવામાં આવે છે. 

2. SBI પેટ્રન્સ સ્કીમ- સુપર સીનિયર સિટીઝન્સ માટે 

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 80 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના વૃદ્ધિને સન્માનિત કરવા અને તેમને આર્થિક લાભ પહોંચાડવા માટે SBI Patrons સુવિધા શરૂ કરી છે. 80 વર્ષ અથવા વધારે ઉંમરના ભારતીય નિવાસી તેના માટે લાભ મેળવી શકે છે.

આ સ્કીમ અંતર્ગત સુપર સિનિયર સિટીઝન્સને સામાન્ય સિટીઝન સિટીઝન કાર્ડ રેટથી પણ 10 BPS એક્સ્ટ્રા વ્યાજ આપવામાં આવે છે.

3.SBI ગ્રીન Rupee ટર્મ ડિપોઝીટ(SGRTD)

પર્યાવરણ સંરક્ષણ વધારવા માટે SBI એ અહીં ખાસ ગ્રીન ડિપોઝીટ પહેલ શરૂ કરી છે. તે અંતર્ગ એકત્રિત કરવામાં આવેલ ફંડનો ઉપયોગ ભારતમાં પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરને ફાયનાન્સ કરવા માટે છે. 

SGRTD સ્કીમ 3 ખાસ અવધિમાં ઉપલબ્ધ છે-1111 દિવસ, 1777 દિવસ અને 2222 દિવસ. તેમાં ભારતીય નાગરિક, સગીર અને નોન-ઈન્ડિવિડ્યુઅલ ગ્રાહક રોકાણ કરી શકે છે. ફક્ત રૂપિયા 1000થી રોકાણ શરૂ કરી શકાય છે.