UPS New Rules: પ્રોબેશન, સસ્પેન્શન અને રજાઓ સમયે પેન્શન યોગદાન અંગે સરકારના નવા દિશા-સૂચનો જાહેર

UPS New Rules:યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS)ના વ્યાપમાં આવતા કેન્દ્ર સરકારના કર્મચારી પ્રોબેશનની અવધિ દરમિયાન પેન્શન યોગદાન આપવાથી દૂર રહી શકશે નહીં.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 01 Nov 2026 12:03 PM (IST)Updated: Sun, 01 Nov 2026 12:03 PM (IST)
new-ups-rules-government-directive-regarding-pension-contributions-during-probation-suspension-and-leave

UPS New Rules:યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS)ના વ્યાપમાં આવતા કેન્દ્ર સરકારના કર્મચારી પ્રોબેશનની અવધિ દરમિયાન પેન્શન યોગદાન આપવાથી દૂર રહી શકશે નહીં. જોકે, સસ્પેન્શન સમયે આ યોગદાન આપવું કે ન આપવું તેને લગતો વિકલ્પ પસંદ કરી શકે છે.

જે કર્મચારી પગાર ગર અથવા રજા વગર પગારને લગતી ડ્યુટીમાં ગેરહાજર રહે છે તેમણે યોગદાન આપવાની કોઈ જરૂર રહેશે નહીં. અને આ અવધિ માટે સરકાર પણ તેમના તરફથી કોઈ યોગદાન નહીં આપે. અને તે અવધિ માટે સરકારે પણ તેમના તરફથી કોઈ યોગદાન આપશે નહીં.

પેન્શન અને પેન્શનધારકોને લગતા કલ્યાણ વિભાગે 27 ઓક્ટોબરના રોજ એક માહિતી જાહેર કરી હતી. જેમા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રકારની સમિતિ યોગદાનને કેવી રીતે મેનેજ કરી શકાય છે. આ દિશા-સૂચનોમાં પ્રોબેશન, સસ્પેન્શન, ફરજમાં હાજર ન રહેવું, યોગદાન જમા કરવામાં વિલંબ તથા નિયુક્તિ સમયે રિટાયરમેન્ટ મેળવનાર કર્મચારીઓ સાથે સંકળાયેલ બાબત સામેલ છે.

આ સ્પષ્ટતા કેન્દ્રીય સિવિલ સર્વિસ (નેશનલ પેન્શન સિસ્ટમ અંતર્ગત યુનિફાઈડ પેન્શન સ્કીમને લાગુ કરવા સંબંધિત)નિયમ, 2025 પર આધારિત છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થાય છે. તેમણે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ(NPS) અંતર્ગત UPS પસંદ કરેલ છે.