PF Balance Check:નોકરીયાત વર્ગના લોકો માટે પ્રોવિડેન્ટ ફંડ(PF)ની રકમ ખૂબ જ મહત્વ ધરાવે છે. કર્મચારી સામાન્ય રીતે તેમના PF બેલે્સને ચેક કરવા, પાસબુક જોવા અને જૂરૂર પડે તો પૈસા ઉપાડવા માટે UMANG એપનો ઉપયોગ કરે છે. જોકે જો APPમાં એવી કોઈ ટેકનિકલ મુશ્કેલી આવે છે અને તમારું કામ અટકી જાય છે તો પરેશાન થવાની જરૂર નથી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના અધિકૃત પોર્ટલ મારફતે પણ તમે PFને લગતા કામો કરી શકો છો.
આ રીતે ચેક કરો PF પાસબુક અને બેલેન્સ
- UMANG એપ પર EPFOને લગતી સર્વિસસમાં મુશ્કેલી આવે ત્યારે સભ્યો અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે.
- સૌથી પહેલા અધિકૃત EPFO પાસબુક પોર્ટલ ખોલો
- તમારો UAN નંબર અને પાસવર્ડ નાંખો.
- લોગઈન કર્યાં બાદ અધિકૃત Member ID પસંદ કરો.
હવે તમે ખાતામં જમા પૈસા, કર્મચારી અને નોકરીદાતાના યોગદાન તથા જમા વ્યાજની વગતો આપી શકો છો.
PFના પૈસા ઉપાડવા માટે શું કરવું જોઈએ?
PF ઉપાડવા માટે EPFOના મેમ્બર પોર્ટલ પર જાઓ. અહીં UAN અને પાસવર્ડથી લોગઈન કરો. ત્યારબાદ ઓનલાઈન ક્લેમનો વિકલ્પ પસંદ કરો અને તમારી યોગ્યતા પ્રમાણે ઉપલબ્ધ ક્લેમનો પ્રકાર પસંદ કરો. માંગવામાં આવેલ માહિતી ભર્યાં બાદ અરજી સબમિટ કરો.
ક્લેમ કરતા પહેલા એ બાબતની તપાસ કરી લો કે તમારું UAN એક્ટિવ છે અને જરૂરી KYC પૂરું છે. આધાર, PAN અને બેન્ક ખાતાની માહિતીમાં ગેરરીતિ હોવાના સંજોગોમાં અરજી અટકી શકે છે. જો પ્રક્રિયા દરમિયાન આધાર આધારિત OTP માંગવામાં આવે છે તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલા OTP સાથે વેરિફિકેશન પુરું કરો.
