Fixed Deposit New Rate:બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝીટ(Fixed Deposit) કરવાની યોજના ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. સરકારી બેન્ક ઈન્ડિયન બેન્કે તેની બે ખાસ અવધિની FD સ્કીમોના વ્યાજ દરોમાં 0.15 ટકા એટલે કે 15 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. નવા દર 23 ઓક્ટોબર 2026થી જ લાગુ થઈ ગયા છે. આ ફેરફાર બાદ 555 દિવસની Ind Grow અને 777 દિવસની Ind Prosper FD પર અગાઉથી જ વધારે વ્યાજ મળશે. સિનિયર સિટીઝનને આ સ્કીમોમાં વધારાના વ્યાજનો ફાયદો મળી શકે છે.
ઈન્ડિયન બેન્કના નવા FD વ્યાજ દર
ઈન્ડિયન બેન્કે બે સ્પેશિયલ ટેન્યોર FD સ્કીમોના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જોકે બેન્કની અન્ય અવધિની જમા યોજનાના દરોમાં કોઈ ફેરફાર કર્યાં નથી.
- 555 દિવસની Ind Grow FD (+0.15%)
- જૂના:- 6.65% વાર્ષિક
- નવા દર:- 6.80% વાર્ષિક
- 777 દિવસની Ind Prosper FD (+0.15%)
- જૂના:- 6.60% વાર્ષિક
- નવા દર:- 6.75% વાર્ષિક
બન્ને સ્કીમોમાં વ્યાજ દર 0.15 બેસિસ પોઇન્ટ વધારવામાં આવ્યા છે. જોકે કોઈ FDમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય રહેશે તે એ વાત પર આધાર રાખે છે કે તમે કેટલા સમય માટે પૈસા જમા કરવા ઈચ્છો છો અને મેચ્યોરિટી અગાઉ ઉપાડવાની રકમની જરૂર પડે છે કે નહીં.
સિનિયર નાગરિકોને કેટલા વ્યાજ મળશે
ઈન્ડિયન બેન્કની આ વિશેષ FD યોજનામાં સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝનને સામાન્ય ગ્રાહકોની તુલનામાં વધારે વ્યાજ મળે છે.
