Corporate FD: ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે FD એ રોકાણ કરવા માટે સૌથી પસંદગીના વિકલ્પો પૈકી એક છે. સામાન્ય રીતે બેંક FDમાં રોકાણ કરવા પર આશરે 6 ટકાથી 8 ટકા વ્યાજ મળી શકે છે. બીજીબાજુ વધારે રિટર્નની શોધ કરનારા રોકાણકારો માટે કોર્પોરેટ FD એક વિકલ્પ બની શકે છે. જેમાં બેંકોની તુલનામાં પ્રમાણમાં વધારે વ્યાજ મળે છે. કેટલાક કોર્પોરેટ FDમાં વ્યાજ દર 8 ટકાથી વધારે હોઈ શકે છે. જોકે વધારે વળતર સાથે તેમાં જોખમ પણ બેંક FD કરતાં વધારે હોય છે.
કોર્પોરેટ FD પણ બેંક ફિક્સ્ડ ડિપોઝીટની માફક જ છે. તે એક પ્રકારનો રોકાણને લગતો વિકલ્પ છે. તેમની વચ્ચે તફાવત બસ એટલો છે કે બેંક FD બેંકમાં કરવામાં આવે છે જ્યારે કોર્પોરેટ FD નાણાકીય સંસ્થામાં કરવામાં આવે છે. હકીકતમાં કંપનીઓ તેમના કારોબારની જરૂરિયાતો માટે ફંડ એકત્રિત કરવા માટે રોકાણકારો પાસેથી નિયત અવધિ માટે પૈસા મેળવે છે. તેના બદલામાં ચોક્કસ વ્યાજ આપવામાં આવે છે.
સામાન્ય રીતે રોકાણકારોને આકર્ષિત કરવા માટે કંપનીઓ બેંક FD કરતાં કોર્પોરેટ FD પર વધારે વ્યાજ મળે છે. કંપનીઓએ કાયદાને આધિન શરતો પ્રમાણે ડિપોઝીટ સ્વીકારવાની મંજૂરી હોય છે. જોકે, અહીં સમજવું જરૂરી છે કે વધારે વ્યાજનો અર્થ વધારે જોખમ હોઈ શકે છે. માટે કોર્પોરેટ FDમાં રોકાણ કરતાં પહેલા કંપનીની પ્રતિષ્ઠા, ક્રેડિટ રેટિંગ, અવધિ, વ્યાજ દર તથા જોખમો અંગે સારી રીતે માહિતી મેળવી લેવી જોઈએ.
કોર્પોરેટ FD કેટલી સુરક્ષિત છે
ચોક્કસપણે કોર્પોરેટ FDમાં બેંક FD કરતાં વધારે પૈસા મળી શકે છે. જોકે તેની સાથે જોખમ પણ વધારે રહે છે. બેંક FD પર યોગ્ય જમા રકમને DICGC અંતર્ગત ડિપોઝીટ, બેંક પ્રતિ રૂપિયા 5 લાખ સુધી વીમાનું કવર મળે છે. અન્ય રીતે કોર્પોરેટ FD પર DICGCના ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કવર લાગુ થતા નથી. જોકે તેનો અર્થ એવો પણ નથી કે દરેક કોર્પોરેટ FD જોખમથી ભરેલ હોય છે. રોકાણ કરતાં પહેલા તેના ક્રેડિટ રેટિંગ, આર્થિક સ્થિતિ, જૂના રેકોર્ડ અને FDની અવધિ તપાસી લેવી જોઈએ.
