Paytm Gold Coins reward scheme: સવારની ચા, કરિયાણાની ખરીદી, પેટ્રોલ ભરાવવું કે વીજળીના બિલની ચુકવણી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં UPI પેમેન્ટ હવે રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. હવે Paytm આ રોજિંદા પેમેન્ટને સોનાની બચત સાથે જોડવાનો એક અનોખો રસ્તો લઈને આવ્યું છે. કંપનીએ Paytm એપ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર 'Gold Coins' આપવાની શરૂઆત કરી છે, જે ગ્રાહકો માટે ખર્ચની સાથે બચતની પણ તક પૂરી પાડે છે.
100 ગોલ્ડ કોઈન બરાબર 1 રૂપિયો
Paytm ની આ નવી સુવિધા હેઠળ, યુઝર્સ જ્યારે Scan & Pay, ઓનલાઇન ખરીદી, બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ કે મની ટ્રાન્સફર જેવા દૈનિક વ્યવહારો કરે છે, ત્યારે તેમને રિવોર્ડ તરીકે Gold Coins મળે છે. આ કોઈન્સની કિંમત વિશે વાત કરીએ તો, કંપનીના નિયમ મુજબ 100 Gold Coins ભેગા થાય ત્યારે તેને 1 રૂપિયાના મૂલ્યના ડિજિટલ ગોલ્ડમાં રૂપાંતરિત કરી શકાય છે. આ એકત્ર થયેલા ડિજિટલ ગોલ્ડને બાદમાં સાચ સોનામાં પણ રીડીમ કરી શકાય છે.
ક્યારે મળે છે બમણા ગોલ્ડ કોઈન્સ?
જો તમે ઝડપથી સોનાની બચત કરવા માંગતા હોવ, તો Paytm એક ખાસ ઓફર પણ આપી રહ્યું છે. સામાન્ય રીતે UPI કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કોઈન્સ મળે જ છે, પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડથી અથવા UPI સાથે લિંક કરેલા RuPay ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને બમણા Gold Coins આપવામાં આવે છે. આ સુવિધાનો હેતુ લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વધુ પ્રોત્સાહિત કરવાનો અને સાથે સાથે તેમને આર્થિક લાભ કરાવવાનો છે.
ગુજરાતીઓ માટે સોનાની બચતનું નવું માધ્યમ
ગુજરાતમાં સોનું હંમેશાથી રોકાણ અને સુરક્ષાનું પ્રતીક રહ્યું છે. Paytm ના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, "ભારતીય પરિવારો માટે સોનાનું વિશેષ મહત્વ છે. આ પહેલ દ્વારા અમે દરેક પેમેન્ટ પર Gold Coins આપી રહ્યા છીએ, જેથી રોજિંદું પેમેન્ટ પણ બચત તરફનું એક નાનું પગલું બની જાય." ખાસ કરીને તહેવારો અને શુભ પ્રસંગોએ સોનાની ખરીદી કરતા ગુજરાતીઓ માટે આ એક સ્માર્ટ રીત સાબિત થઈ શકે છે.
