Train Mobile Charging:ટ્રેનમાં રાત્રે 11 વાગ્યા બાદ મોબાઈલ ચાર્જ નહીં કરી શકાય, રેલવેએ નિયમને બનાવ્યો વધુ કડક

Mobile Charging In Train:ભારતીય રેલવેએ ટ્રોનમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જીંગ પોઇન્ટ બંધ કરવાને લગતા નિયમોને વધારે કડક બનાવવા આદેશ આપ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 28 Oct 2026 01:28 PM (IST)Updated: Wed, 28 Oct 2026 01:28 PM (IST)
passengers-will-not-be-able-to-charge-their-mobile-phones-on-trains-after-11-pm

Mobile Charging In Train:ભારતીય રેલવેએ ટ્રોનમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જીંગ પોઇન્ટ બંધ કરવાને લગતા નિયમોને વધારે કડક બનાવવા આદેશ આપ્યા છે. આ નિયમ ઓડિશામાં મુંબઈ-હાવડા મેઈલના એક કોચમાં ચાર્જીંગ સમયે પાવર બેંક ફાટવાની ઘટના સામે આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને આ વ્યવસ્થામાં કોઈ પણ બેદરકારી નહીં દાખવવા અથવા તો કોઈ જ છૂટ નહીં આપવા માટે આદેશ કર્યો છે. જોકે આ નિયમ એ કોઈ નવો નિયમ નથી પણ રેલવે બોર્ડે 19 જૂન 2014ના રોજ આ અંગે આદેશ આપ્યો હતો.

આ ઘટના 25 ઓક્ટોબર 2026ની સવારે આશરે 3:38 વાગે ટ્રેન નંબર 12809 મુંબઈ-હાવડા મેઈલમાં સર્જાઈ હતી. ટ્રેન ઓડિશામાં બંડામુંડા નજીક સર્જાઈ હતી ત્યારે B-3 AC કોચમાં બર્થ નંબર 6 પર ચાર્જીંગ સમયે એક યાત્રીના પાવર બેંકમાં વિસ્ફોટ થયો હતો. તેને લીધે કોચમાં ધૂમાડો ફેલાયો હતો અને ફાયર એલાર્મ એક્ટિવ થયું હતું. યાત્રીઓમાં ગભરાહટ ફેલાયો હતો અને ત્યારબાદ રેલવે કર્મચારીઓએ સ્થિતિ સંભાળી હતી. અહેવાલ પ્રમાણે ટ્રેન આશરે 15 મિનિટ અટકી હતી. જોકે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું.

રેલવે બોર્ડે કયા આદેશ આપ્યાં

UNIની 28 ઓક્ટોબરના અહેવાલ પ્રમાણે રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેના મુખ્ય મિકેનિકલ એન્જીનીયરને લખેલા પત્રમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાર્જીંગ પોઇન્ટમાં વીજળી બંધ રાખવા આદેશ કર્યો છે. બોર્ડે કહ્યું કે નિયત સમય દરમિયાન આ નિયમમાં કોઈ છૂટ આપવામાં આવવી જોઈએ નહીં. સંબંધિત કર્મચારીઓને આદેશ આપવા સાથે તેમણે જરૂરી તાલીમ આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે.