Aadhaar PAN Linking Deadline: જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ (PAN) આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું, તો સાવધાન થઈ જાવ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ના નિયમો અનુસાર, આધાર અને પાન લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે.
જો તમારું આધાર કાર્ડ 1 ઓક્ટોબર, 2024 પહેલા જારી કરવામાં આવ્યું હોય અને તમે ઇન્કમ ટેક્સ ભરો છો, તો તમારા માટે આ બંને દસ્તાવેજોને લિંક કરવા ફરજિયાત છે. જો આ નિયત સમયમર્યાદામાં લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો કરદાતાઓને ભવિષ્યમાં ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
લિંક ન કરવાના ગેરફાયદા: શું થશે નુકસાન?
જો કોઈ વ્યક્તિ નિર્ધારિત તારીખ સુધીમાં પાન અને આધાર લિંક કરવામાં નિષ્ફળ જાય છે, તો તેને નીચે મુજબની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે:
- ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે અથવા રિફંડ અટકી શકે છે.
- આવતા વર્ષે ITR ફાઇલ કરવામાં સમસ્યા સર્જાશે.
- તમારા વ્યવહારો પર TCS અથવા TDS ઉંચા દરે વસૂલવામાં આવશે.
- નવું બેંક ખાતું ખોલવામાં કે ડેબિટ/ક્રેડિટ કાર્ડ મેળવવામાં અડચણ આવશે.
- બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુ જમા કરાવી શકશો નહીં.
- એક નાણાકીય વર્ષમાં 250,000 રૂપિયાથી વધુ જમા કરાવવા પર પ્રતિબંધ આવી શકે છે.
ઘરે બેઠા SMS દ્વારા કેવી રીતે લિંક કરવું?
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ બોક્સ ઓપન કરો.
- ત્યાં કેપિટલ લેટર્સમાં ટાઈપ કરો: UIDPAN <12 અંકનો આધાર નંબર> <10 અંકનો પાન નંબર>
- આ મેસેજને 567678 અથવા 56161 પર મોકલી દો.
- ઉદાહરણ: જો તમારો આધાર નંબર 987654321012 છે અને પાન નંબર ABCDE1234F છે, તો તમારે આ રીતે લખવાનું રહેશે: UIDPAN 987654321012 ABCDE1234F

