Pakistan Interest Hike:પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કે તેના નીતિગત વ્યાજ દર (Policy Interest Rate) 0.5 ટકા વધારીને 12 ટકા કર્યાં છે. એપ્રિલ મહિના બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે વ્યાજ દર વધારવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતી લડાઈ, એનર્જીની ઊંચી કિંમતો અને આગામી મહિનામાં મોંઘવારીના દબાણની આશંકાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનની નાણાં નીતિને લગતી સમિતિના દસ પૈકી નવ સભ્યોએ વ્યાજ દરોમાં વધારો કરવાનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષની સ્થિતિ તેજ બની છે અને ટૂંકા ગાળામાં તેનો અંત આવવાની શક્યતા નહીંવત છે. તેને લીધે વિશ્વભરમાં એનર્જીની કિંમત ઊંચા લેવલ પર યથાવત છે.
સમિતિના મતે અન્ય દેશો સાથે પાકિસ્તાનના વ્યવહાર તથા આર્થિક વિકાસની સ્થિતિમાં ખાસ કોઈ મોટું પરિવર્તન આવ્યું નથી, જોકે જોખમ વધી રહ્યું છે. વ્યાજ દર વધારવાનો ઉદ્દેશ મોંઘવારીને લઈ આશંકા પર કાબૂ રાખવાનો છે.
આ સાથે જ કેન્દ્રીય બેન્ક પણ એવું ઈચ્છે છે કે સપ્લાઈમાં અવરોધને લીધે મોંઘવારીની અસર અન્ય વસ્તુઓ અને સેવાની કિંમત પર થઈ રહી છે.પાકિસ્તાનમાં સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી 10.3 ટકા છે,જે ઓગસ્ટ મહિનામાં 11 ટકા હતી.મધ્યસ્થ બેન્ક પાસે આશરે 21 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ છે. પાકિસતાનનો GDP ગ્રોથ 3.7 ટકા રહ્યો છે.
