Ola Electric Share Price: ઓલા ઈલેક્ટ્રિકના શેર રૂપિયા 157થી ઘટીને 102 થયો, નિષ્ણાતો આ અંગે શું અભિપ્રાય આપે છે તે જાણો

અત્રે ઉલ્લેખનીય છે કે IPOનો ભાવ શેરદીઠ રૂપિયા 76 થયો હતો. IPOનું લિસ્ટીંગ એકંદરે નબળુ રહ્યું હતું, જોકે ત્યારબાદ શેરમાં ભારે તેજી જોવા મળી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Sep 2024 07:24 PM (IST)Updated: Sat, 28 Sep 2024 07:24 PM (IST)
ola-electric-stock-fell-from-rs-157-to-rs-102-know-why-the-stock-is-falling
xr:d:DAF3YjjEnLQ:88,j:2199295610583908945,t:23122212

Ola Electric Share Price: ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric)ના પ્રારંભિક જાહેર ભરણા (IPO)એ રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે IPOનો ભાવ શેરદીઠ રૂપિયા 76 થયો હતો.

IPOનું લિસ્ટીંગ એકંદરે નબળુ રહ્યું હતું, જોકે ત્યારબાદ શેરમાં ભારે તેજી જોવા મળી હતી. શેરનો ભાવ રેકોર્ડ રૂપિયા 157 પહોંચ્યો હતો. જોકે, હવે શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શેરનો ભાવ તૂટીને રૂપિયા 102 પહોંચી ગયો છે.

આ કારણથી શેરનો ભાવ તૂટ્યો
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર સંબંધિત હાર્ડવેર અને સોફ્ટવેરની ફરિયાદો વધી છે. જેના કારણે કંપનીની પ્રતિષ્ઠાને અસર થઈ છે. તેના કારણે ગયા સપ્તાહે પાંચ ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર લગભગ 8% ઘટ્યો હતો.

શુક્રવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન શેર દીઠ રૂપિયા 101ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.આ સ્ટોક 20 ઓગસ્ટે રૂપિયા 157.40ના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 35% ઘટ્યો છે.ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં ઘટાડો આગામી પડકારો સાથે વધતી સ્પર્ધા અને ઈવી સેક્ટરમાં મંદીના ભયને કારણે છે. ઓલા ઈલેક્ટ્રિકનો બજાર હિસ્સો ઘટ્યો છે.જેના કારણે શેરના ભાવ નીચે આવી રહ્યા છે.