ઓલા ઈલેક્ટ્રિકમાં ફરી મંદીનો ભરડો; વધુ હિસ્સેદારી વેચવાના અહેવાલ વચ્ચે શેરમાં 2.5 ટકાનો કડાકો

SVF II Ostrich (DE) LLC એ 3 સપ્ટેમ્બર 2025થી 5 જાન્યુઆરી 2026 દરમિયાન અનેક તબક્કામાં કૂલ 9,46,28,299 ઈ્વિટી શેરનું વેચાણ કરવામાં આવ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 09 Jan 2026 06:15 PM (IST)Updated: Fri, 09 Jan 2026 06:15 PM (IST)
ola-electric-share-price-softbank-sells-2-15-percent-stake-in-ola-electric-in-open-market

OLA Electric Share Price: જાપાનની મલ્ટીનેશનલ કંપની SoftBank દ્વારા તેના ઈન્વેસ્ટમેન્ટ વ્હિકલ SVI II Ostrich (DE) LLC મારફતે ઈલેક્ટ્રિક ટુ-વ્હિલરની ઉત્પાદક Ola Electric Mobilit Ltdમાંથી 2.5 ટકા હિસ્સેદારી ઓપન માર્કેટમાં વેચવામાં આવી છે. આ અંગે મૂડી બજારની નિયમનકાર સમક્ષ આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે.કંપની દ્વારા BSEને જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે SVF II Ostrich (DE) LLC એ 3 સપ્ટેમ્બર 2025થી 5 જાન્યુઆરી 2026 દરમિયાન અનેક તબક્કામાં કૂલ 9,46,28,299 ઈ્વિટી શેરનું વેચાણ કરવામાં આવ્યું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે શેરનો ભાવ ઊંચામાં રૂપિયા 41.02 અને નીચામાં રૂપિયા 39.18 બોલાઈ છેલ્લે રૂપિયા 0.96 એટલે કે 2.37 ટકા ગગડી રૂપિયા 39.50 રહ્યો હતો.

હિસ્સેદારી વેચવા અંગે SEBIનો શું નિયમ છે
5 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવેલ આ ટ્રાન્ઝેક્શન SEBIના નિયમો અંતર્ગત 2 ટકાની મર્યાદાથી વધારે હતો,જોકે આ વ્યવહાર બાદ ઓલા ઈલેક્ટ્રિકમાં SVF II Ostrich (DE) LLCની હિસ્સેદારી હવે ઘટીને 13.53 ટકા થઈ ગઈ છે, જે અગાઉ 15.68 ટકા જેટલી હતી. આ અગાઉ પણ ગયા વર્ષે 15 જુલાઈ 2025થી 2 સપ્ટેમ્બર 2025 વચ્ચે આ રોકાણ યુનિટ દ્વારા 9,49,43,459 ઈક્વિટી શેરનું વેચાણ કરીને પોતાની હિસ્સેદારી 17.83 ટકાથી ઘટાડી 15.68 ટકા કરવામાં આવી હતી.