Ola Electric IPO: ઓલા ઈલેક્ટ્રિક ટૂંક સમયમાં પ્રારંભિક જાહેર ભરણું (IPO) રજૂ કરી શકે છે. અહેવાલો પ્રમાણે કંપની આ વર્ષના અંત ભાગ કે વર્ષ 2024ના પ્રારંભમાં શેરબજારમાં પોતાના શેરોનું લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે.
ઓલા ઈલેક્ટ્રિકે ઈન્વેસ્ટમેન્ટ બેંકો કોટક મહિન્દ્રા કેપિટલ અને ગોલ્ડમેન સાક્સને આ જાહેર ભરણા માટે જવાબદારી સોંપી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે સરકાર દ્વારા સબસિડી બંધ કરવામાં આવે તે અગાઉ ઈલેક્ટ્રિક ક્ષેત્રમાંથી ભંડોળ એકત્રિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ સાથે ઓલા ઈલેક્ટ્રિક વેન્ચર કેપિટલ સમર્થિક કેટલીક કંપનીઓ પૈકીની એક કંપની છે કે જે છ મહિનાના સમયગાળામાં IPO રજૂ કરવાની યોજના ધરાવે છે.
સોફ્ટબેંક ગ્રુપ કોર્પ અને ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ જેવા રોકાણકારો દ્વારા સમર્થિત ઓલા ઈલેક્ટ્રિકનું વેલ્યુએશન ગયા વર્ષ સુધી 5 અબજ ડોલર સુધી રહ્યું છે. અલબત કંપની IPO મારફતે કેટલું ભંડોળ એકત્રિત કરશે તે અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. આ સાથે એવું અનુમાન છે કે કંપની 5 અબજ ડોલર કરતા વધારે વેલ્યુએશન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેરમાં S1 એર ઈલેક્ટ્રિક સ્કૂટરની ઝલક ઓનલાઈન જોવા મળી હતી. આ કંપની દ્વારા અલગ-અલગ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેનુ બેઝ મોડલ 84,999 રૂપિયાથી શરૂ થાય છે. મિડ અને ટોપ વેરિએન્ટની કિંમત અનુક્રમે 99,999 અને રૂપિયા 1,09,000 છે.