NSE IPO News: ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ 'નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ' (NSE) એ પોતાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) પબ્લિક સબ્સ્ક્રિપ્શન માટે ખૂલે તે પહેલા જ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 6,746.1 કરોડનું જંગી ભંડોળ એકત્ર કરી લીધું છે. NSE નો આ બહુપ્રતિક્ષિત IPO ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2026 ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
નાણાકીય વર્ષ 2011 થી નાણાકીય વર્ષ 2026 સુધી તેમજ 30 જૂન 2026 ના રોજ પૂરા થયેલા 3 મહિનાના સમયગાળા દરમિયાન કેશ માર્કેટ ટર્નઓવર અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ નોશનલ ટર્નઓવરમાં NSE દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ રહ્યું છે.
આ પણ વાંચો
150થી વધુ વૈશ્વિક અને ભારતીય માર્કી રોકાણકારોની ભાગીદારી
NSE ની એન્કર બુકમાં વિશ્વના વિવિધ દેશો અને રોકાણકાર શ્રેણીઓના 150 થી વધુ અગ્રણી માર્કી રોકાણકારોએ ભાગ લીધો છે. આ ભવ્ય પ્રતિસાદ ભારતના વિસ્તરતા મૂડીબજાર, NSE ના બિઝનેસ મોડલ અને લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચનામાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક સંસ્થાઓનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે.
રૂ. 1,785 ની કિંમતે શેરની ફાળવણી
એક્સચેન્જને આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, કંપનીએ એન્કર રોકાણકારોને શેરદીઠ રૂ. 1,785 ની કિંમતે કુલ 37,793,739 ઇક્વિટી શેર ફાળવ્યા છે.
વૈશ્વિક સોવરિન ફંડ્સ અને દિગ્ગજ સંસ્થાઓનું રોકાણ
આ એન્કર બુકમાં લાઇફ ઇન્સ્યોરેન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC), ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી - મનસૂન, ફિડેલિટિ ફંડ્સ - ઇન્ડિયા ફોકસ ફંડ, SBI લાઇફ ઇન્સ્યોરેન્સ Co Ltd, ગોલ્ડમેન સેક્સ ફંડ્સ - ગોલ્ડમેન સેક્સ એશિયા ઇક્વિટી પોર્ટફોલિયો અને HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ - ઇન્ડિયન ઇક્વિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ ભાગ લીધો છે.
દેશી મ્યુચ્યુઅલ ફંડ્સની 98 સ્કીમ્સને શેર મળ્યા
ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ્સમાં SBI બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ, ICICI પ્રુડેન્શિયલ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને HDFC મ્યુચ્યુઅલ ફંડ - HDFC બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડને શેર ફાળવવામાં આવ્યા છે.
એન્કર રોકાણકારોને ફાળવવામાં આવેલા કુલ 37,793,739 ઇક્વિટી શેરમાંથી 13,977,524 ઇક્વિટી શેર ભારતની 29 દેશી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની 98 વિવિધ સ્કીમ્સને ફાળવવામાં આવ્યા છે.
