Layoffs in IT Sector: આર્થિક મંદીને લીધે વિશ્વભરમાં અનેક કંપનીઓ છટણી (Laying off) કરી રહી છે. હવે ભારતીય IT કંપની ઈન્ફોસિસ (IT company Infosys)એ ઈન્ટર્નલ ફ્રેશર એસેસમેન્ટ (FA) ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેનારા અનેક નવા કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. બિઝનેસ ટુડેના અહેવાલ પ્રમાણે ફ્રેશર્સ માટે એક એસેસમેન્ટ ટેસ્ટ (Internal Fresher Assessment Test) રાખવામાં આવ્યો હતો. જે પાસ નહીં કરનાર કર્મચારીઓ (Employees)ને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.
ઓગસ્ટ 2022માં કંપનીમાં સામેલ થયેલા એક ફ્રેશરે કહ્યું કે હું ગયા વર્ષના ઓગસ્ટમાં ઈન્ફોસિસ સાથે જોડાયો હતો. મારી ટીમના 150 કર્મચારી પૈકી ફક્ત 60 કર્મચારી FA પરીક્ષા પાસ કરી શક્યા છે. બાકી તમામને બે સપ્તાહ અગાઉ જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઈન્ટર્નલ ટેસ્ટ (Internal test)માં નિષ્ફળ રહેનારા 600 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.
600 ફ્રેશર્સને કાઢવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્ટર્નલ ટેસ્ટમાં નિષ્ફળ જનાર 600 કર્મચારીઓને ઈન્ફોસિસે નોકરીમાંથી કાઢ્યા છે. બે સપ્તાહ અગાઉ ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટમાં સફળ નહીં રહેનારા 208 ફ્રેશર્સને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ગયા મહિને આશરે 600 ફ્રેશર્સને ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.
નોકરીમાંથી કાઢવામાં આવેલા કર્મચારીઓની સંખ્યાની પૃષ્ટિ કરવા ઈન્ફોસિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જોકે કંપની તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીના એક પ્રતિનિધિએ દાવો કર્યો છે કે ઈન્ટર્નલ ટેસ્ટમાં ફેલ થનારા કર્મચારીઓને હંમેશા કાઢવામાં આવતા રહ્યા છે.
ઓનબોર્ડિંગની રાહ જોઈ રહેલા અનેક લોકો પરેશાન
ઈન્ફોસિસમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢવામાં આવ્યાના સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે સેંકડો ફ્રેશર્સ ઓફર લેટર મળ્યાના 8 મહિના કરતા વધારે સમયથી સામેલ થવાની રાહ જોઈ રહ્યા છે. આ સમાચાર બાદ ઓનબોર્ડિંગની રાહ જોતા લોકોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે.