November 2026 Rule Changes:LPGથી લઈ ITR સુધી; 1લી નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર કેટલી થશે અસર તે જાણો

1લી નવેમ્બર 2026થી દેશમાં સામાન્ય પ્રજા, પેન્શનર્સ, કરદાતા અને બેન્ક રોકાણકારો માટે અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 03:09 PM (IST)Updated: Thu, 29 Oct 2026 03:09 PM (IST)
november-2026-rule-changes-check-5-updates-related-to-lpg-itr-and-your-finances

November 2026 Rule Changes:દરેક નવા મહિનાની શરૂઆત પોતાની સાથે અનેક મહત્વના આર્થિક પરિવર્તન અને ડેડલાઈન લઈને આવે છે. એવી જ રીતે 1લી નવેમ્બર 2026થી દેશમાં સામાન્ય પ્રજા, પેન્શનર્સ, કરદાતા અને બેન્ક રોકાણકારો માટે અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

જ્યા એક બાજુ પેન્શન જાળવી રાખવા માટે જીવન પ્રમાણ પત્ર જમા કરવું ફરજિયાત બનશે ત્યારે ઓડિટ ધરાવતા કરદાતા માટે ઈનકમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ પણ નજીક છે. આ ઉપરાંત રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતમાં ફેરફાર તથા ફિક્સ્ડ ડિપોઝીટ(FD) વ્યાજ દરોમાં ફેરફાર સીધા જ તમારા ખિસ્સા અને માસિક બજેટને અસર કરશે.

તો ચાલો 1લી નવેમ્બર 2026થી લાગુ થનારા આ 5 મહત્વના ફાયનાન્શિયલ ફેરફારો અંગે ચર્ચા કરીએ

1.પેન્શનર્સ માટે જીવન પ્રમાણ પત્ર

કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરને પોતાના પેન્શન સંબંધિત
સામાન્ય પેન્શનર્સ માટે આ વિન્ડો 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી ખુલ્લી રહેશે. આમ તો 80 વર્ષ અન વધારે ઉમરના સિનિયર નાગરિકો માટે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે.

કેવી રીતે રજૂ કરશો: પેન્શનર્સ તેમના બેન્ક શાખા, પોસ્ટ ઓફિસ, ડિજિટલ માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ(DLC) અથવા પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ ડોરસ્ટેપ સર્વિસનો લાભ લઈ શકે છ.

2. ટેક્સ ઓડિટ ધરાવતા ટેક્સપેયર્સ માટે ITR ફાઈલિંગની ડેડલાઈન

જે કરદાતા ખાતાના ટેક્સ ઓડિટ ફરજિયાત છે તેમના માટે સરકારે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની સમય સીમામાં રાહત આપી છે. નાણાકીય વર્ષ 2025-2026 એટલે કે એસેસમેન્ટ વર્ષ 2026-2027 માટે આ કેટેગરીના કરદાતાની ડેડલાઈન 31 ઓક્ટોબરથી વધી 21 નવેમ્બર 2026 કરી છે.

3. LPG ગેસ સિલેન્ડરની કિંમતોમાં સમીક્ષા

ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે.કોમર્શિયલ અને ડોમેસ્ટિક LPG સિલિન્ડર માટે નવા દર 1 નવેમ્બર 2026ના રોજ સવારે જાહેર થવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટને ધ્યાનમાં રાખીનેગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થવાની શક્યતા છે.

4.ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં ફેરફાર પર નજર

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે બેન્કોની ફિક્સ્ડ ડિપોઝીટ દરોમાં પણ ફેરફાર થઈ શકે છે. RBI દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલ તાજેતરના ફેરફાર બાદ અનેક મહત્વની બેન્કોએ તેમના FD દરોમાં વધારો કર્યો છે. નવા મહિનાથી અનેક બેન્કો તેમના ફિક્સ્ડ ડિપોઝીટ પરના દરોમાં સુધારો વધારો કરે છે.