Railways New Fare Structure:ભારતીય રેલવેએ યાત્રી ભાડા વધારવાનો નિર્ણય કર્યો છે તેને લીધે રેલવેને બમ્પર કમાણી થાય તેવી આશા છે. તાજેતરમાં જ રેલવેએ નવા ભાડાનું માળખુ (New Fare Structure) લાગુ કરવાની જાહેરાત કરી છે. જે 26 ડિસેમ્બર 2025થી લાગૂ થશે. આ પરિવર્તનની સીધી અસર લાંબા અંતરની રેલવે યાત્રા કરનાર યાત્રીઓને થશે.
જ્યારે ટૂંકા અંતરના યાત્રીઓને રાહત આપવામાં આવી ચે. રેલવેની માહિતી પ્રમાણે આ નિર્ણયથી આશરે રૂપિયા 600 કરોડની વધારાની રેલવેને આવક થાય તેવો અંદાજ છે.
નવા નિયમ અંતર્ગત 215 કિમી સુધની યાત્રા કરનાર યાત્રીઓના ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.ખાસ કરીને ઓર્ડિનર ક્લાસમાં યાત્રા કરનારને સંપૂ્ણપણે રાહત આપવામાં આવી છે. એટલે કે દૈનિક યાત્રા કરનાર, વિદ્યાર્થીઓ તથા ટૂંકા અંતરના યાત્રીઓને કોઈ જ બોજ પડશે નહીં. જો તમે યાત્રાનું અંતર 215 કિમીથી વધારે છે તો ભાડામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
રેલવેનું નવું ભાડા માળખુ
નવા રેલ્વે ભાડા માળખા મુજબ સામાન્ય વર્ગમાં 215 કિલોમીટરથી વધુ મુસાફરી કરનારા મુસાફરોએ પ્રતિ કિલોમીટર 1 પૈસા વધારાનો ચૂકવવો પડશે. દરમિયાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી અને એસી વર્ગોના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારો નાનો લાગે છે પરંતુ લાખો મુસાફરોને ધ્યાનમાં લેતા તે રેલ્વે માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મુસાફર મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનમાં નોન-એસી ટ્રેનમાં 500 કિલોમીટર મુસાફરી કરે છે તો તેણે પહેલા કરતા ફક્ત 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેનો અર્થ એ થયો કે મુસાફરો પર સીધો બોજ પડ્યો નથી પરંતુ આ નાના ફેરફારો રેલવે માટે નોંધપાત્ર લાભ લાવશે.
રેલવે અધિકારીઓ શું કહે છે?
રેલવે અધિકારીઓ કહે છે કે આ નિર્ણય વધતા સંચાલન ખર્ચ, બળતણ ખર્ચ અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રેલવે લાંબા સમયથી મુસાફરોના ભાડામાં મોટા ફેરફારો ટાળી રહી છે, પરંતુ હવે તેઓ મર્યાદિત અને સંતુલિત વધારા દ્વારા આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેનાથી રેલવે સેવાઓ સુધારવા, ટ્રેક અપગ્રેડ કરવા, સલામતી અને મુસાફરોની સુવિધાઓ પર વધુ ખર્ચ કરી શકશે.
