New Rules From 1st November 2023: આજથી દેશમાં થઈ રહ્યા છે આ પાંચ ફેરફાર, GSTથી લઈને વીમા પોલિસી ધારક માટે બદલાયા નિયમ, ચેક કરી લો લિસ્ટ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 01 Nov 2023 11:24 AM (IST)Updated: Wed, 01 Nov 2023 11:24 AM (IST)
new-rules-change-from-today-1st-november-2023-financial-gst-lpg-gas-cylinder-share-market-bank-holiday-full-details

New Rules From 1st November 2023: આજથી નવેમ્બર માસનો પ્રારંભ થઈ ગયો છે. આજથી દેશમાં ઘણા ફેરફાર પણ જોવા મળવાના છે. આજે સવારમાં જ એલપીજી સિલિન્ડરની કિંમત વધારો થઈ ગયો છે. ત્યારે જાણો આજથી દેશમાં થઈ રહેલા ફેરફારો વિશે.

  • આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થઈ ગયો છે. 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 103 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. IOCLની વેબસાઈટ પ્રમાણે, આજથી 19 કિલોના ગેસ સિલિન્ડર દિલ્હીમાં 1,833, મુંબઈમાં 1785.50, કોલકાત્તામાં 1943.00 અને ચેન્નાઈમાં 1999.50 મળશે.
naidunia_image
  • આજથી GST સંબંધિત એક મોટો ફેરફાર થયો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, આજથી 100 કરોડ રૂપિયા કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ 30 દિવસની અંદર ઈ-ચલણ પોર્ટલ પર GST ચલણ અપલોડ કરવાનું રહેશે.
  • આજથી BSE પર ટ્રાન્ઝેક્શન શેર માર્કેટના 30 શેર ધરાવતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ઇક્વિટીના ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન પર ફી વધારો થશે. આજથી જ શેરબજારના રોકાણકારોએ ટ્રાન્ઝેક્શન પર વધારાના પૈસા ચૂકવવા પડશે.
  • આજથી દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે દિલ્હી-એનસીઆરમાં BS-3 અને BS-4 ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે માત્ર ઈલેક્ટ્રિક, CNG અને BS-6 બસોને જ દિલ્હીમાં પ્રવેશ મળશે.
  • આજથી Jet Fuel સસ્તું થઈ ગયું છે. OMCsએ એર ટર્બાઈન ફ્યૂલ (ATF)ના ભાવ 1074 રૂપિયા પ્રતિ કિલોલિટર ઘટાડી દીધા છે.
naidunia_image
  • આ ફેરફારો સાથે વીમા પોલિસી ધારકોને લઈને પણ એક ફેરફાર છે. આજથી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તમામ વીમા પોલિસી ધારકો માટે KYC ફરજિયાત કરી દીધું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.