Railway New Rule:રેલવેનો નવો નિયમ લાગૂ થશે; કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા પર પણ મળશે વીમો, 45 પૈસામાં રૂપિયા 10 લાખ સુધી મળશે કવર

Railway New Rule:રેલવે સ્ટેશનના કાઉન્ટરોથી કન્ફર્મ અથવા રિઝર્વ ટિકિક ખરીદનાર યાત્રીઓને હવે ઓનલાઈન ટિકિટોની માફક ઓપ્શનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ સ્કીમ(OTIS)ની સુવિધા મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 24 Oct 2026 09:37 PM (IST)Updated: Sat, 24 Oct 2026 09:37 PM (IST)
new-railway-rule-insurance-now-available-even-for-tickets-purchased-at-counters-get-coverage-of-up-to-10-lakh-for-45-paise

Railway New Rule:રેલવે સ્ટેશનના કાઉન્ટરોથી કન્ફર્મ અથવા રિઝર્વ ટિકિક ખરીદનાર યાત્રીઓને હવે ઓનલાઈન ટિકિટોની માફક ઓપ્શનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ સ્કીમ(OTIS)ની સુવિધા મળશે.

હકીકતમાં રેલવે બોર્ડ દ્વારા આ નિર્ણય યુનિયન ઓફ ઈન્ડિયા સામે રાધા યાદવ કેસમાં સુપ્રીમ કોર્ટના 6 ઓક્ટોબરના આદેશ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટના આદેશનું પાન કરતાં રેલવે બોર્ડે 27 ઓક્ટોબરથી PRS કાઉન્ટરો પર વૈકલ્પિક યાત્રા વીમા યોજના લાગુ કરવા અંગે એક પરિપત્ર ઈશ્યુ કર્યો છે.

27 ઓક્ટોબરથી શરૂ થશે આ સુવિધા

આ સુવિધા 27 ઓક્ટોબરથી તમામ ઝોનલ રેલવેમાં શરૂ થશે. શનિવારના રોજ એક આદેશમાં રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેના દિશા-નિર્દેશો આપ્યા છે કે રિઝર્વેશન કાઉન્ટરો પર આ યોજનાને લાગુ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરો.

45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધી કવરેજ

એટલે યાત્રી પર ઓનલાઈનની માફક જ ટિકિટ કાઉન્ટરથી ટિકિટ ખરીદવા દરમિયાન 45 પૈસા પ્રીમિયમ આપી વીમા પસંદ કરી શકાય છે. તેમાં રેલવે દુર્ઘટના અથવા કોઈ અપ્રિય ઘટનાને લીધે મૃત્યુ અથવા સ્થાયી સ્વરૂપથી સંપૂર્ણપણે વિકલાંગ થવાની સ્થિતિમાં રૂપિયા 10 લાખ સુધી કવરેજ મળશે. 

ફક્ત 45 પૈસાના વધારાના પ્રીમિયમ પર મુસાફરોને મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયા આંશિક અપંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા અને કોઈપણ અનિચ્છનીય ઘટના કે અકસ્માતના કિસ્સામાં હોસ્પિટલ ખર્ચ માટે 2 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળશે.

ટિકિટ ભાડા સાથે ચુકવણી કરવામાં આવશે

રેલ્વે બોર્ડના જણાવ્યા પ્રમાણે આ વીમો વૈકલ્પિક રહેશે અને રિઝર્વેશન સ્ટાફે બુકિંગ સમયે મુસાફરોને આ સુવિધા વિશે જાણ કરવી પડશે. ટિકિટ ભાડા સાથે પ્રીમિયમ વસૂલવામાં આવશે.

મુસાફરોને વીમા પૉલિસીની વિગતો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા મોકલવામાં આવશે. બોર્ડે સ્પષ્ટતા કરી કે IRCTC ઇ-ટિકિટ વીમા પર લાગુ પડતા હાલના નિયમો અને શરતો રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટો પર પણ લાગુ પડશે.