New Pension Rule: કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) રુલ્સ 2021 અંતર્ગત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર (DoPPW)એ પેન્શનના ઉદ્દેશથી કોઈ પણ કર્મચારીઓના "અંતિમ વર્કિંગ ડે" કયો દિવસ માનવામાં આવશે તે અંગે કેટલીક સ્પષ્ટતા કરતું એક ઓફિસ મેમોરેન્ડમ ઈશ્યુ કર્યું છે.
એટલે કે હવે કોઈ પણ કર્મચારીનું પેન્શન અથવા ફેમિલી પેન્શન તેમની અંતિમ નોકરીના દિવસના નિયમોના હિસાબથી નક્કી કરવામાં આવશે.
એકંદરે જે દિવસે કર્મચારી નિવૃત થશે, નોકરી છોડશે અથવા તેનું અવસાન થશે તે દિવસનો નિયમ લાગૂ થશે. સરકારનો આ આદેશ એટલા માટે ઈશ્યુ કરવામાં આવ્યો છે કે જેથી કોઈપણ પ્રકારની ગેરસમજ ન થાય કે પેન્શન ગણવા માટે કયો દિવસ અંતિત કાર્ય દિવસ માનવામાં આવશે. તેનાથી હવે પેન્શન નક્કી કરવામાં કોઈપણ પ્રકારની તકલીફ કે ભૂલ નહીં થાય.
પેન્શનનો નિયમ આ રીતે નક્કી થશે
નવા CCS (Pension) Rules 2021ના નિયમ 5 અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી પેન્શન અથવા પારિવારિક પેન્શન તે દિવસના નિયમોના હિસાબથી નક્કી થશે કે જે દિવસે તે નિવૃત થાય છે, નોકરી છોડે છે, સેવામાંથી હટાવી દે છે અથવા તેમનું મૃત્યુ થાય છે.
સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારીનું પેન્શન અથવા પરંપરાગત પેન્શન તે નિયમથી નક્કી કરવામાં આવશે કે જે તેમના નિવૃત થવા, રાજીનામું આપવા અથવા મૃત્યુના સમયે લાગૂ થાય.
જો કર્મચારી રજા પર હોય અથવા સસ્પેન્ડ હોય તો શું થશે?
બિઝનેસ સ્ટાન્ડર્ડની માહિતી પ્રમાણે સરકારને એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ કર્મચારી રિટાયરથી પહેલા રજા પર હોય, ગેરહાજર હોય, અથવા સસ્પેન્ડ થયેલ હોય તો તેનું રિટાયરમેન્ટ અથવા મૃત્યુના દિવસ પણ તેની અવધિનો હિસ્સો માનવામાં આવશે. તેનો અર્થ એ છે કે આ પ્રકારના કિસ્સામાં તેમની સર્વિસમાં કોઈ અવરોધ (Break) નહીં માનવામાં આવે. એટલે કે પેન્શનની ગણતરી સતત ચાલશે અને કર્મચારી અથવા તેના પરિવારના પેન્શન પર કોઈ અસર થશે નહીં.
ફેમિલી પેન્શન માટે નવો નિયમ
પારિવારિક પેન્શનને લઈ પણ નવા નિયમને જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે કર્મચારીઓના મૃત્યુ બાદ તેમના માતા-પિતાએ પેન્શન મેળવવા માટે તેમને લાઈફ સર્ટીફિકેટ જમા કરાવવું પડશે. તેનાથી સરકાર પાસે તેમનો રેકોર્ડ અપડેટ રહેશે તથા જો કોઈ એક માતા-પિતાનું મૃત્યુના સંજોગોમાં ભૂલથી પણ વધારે પેન્શન આપવાની સ્થિતિ ન સર્જાય.
નવા CCS (Extraordinary Pension) Rules 2023ના નિયમ 12(5) પ્રમાણે જો કોઈ સરકારી કર્મચારીની પત્ની અથવા બાળક નથી તો તેમના માતા-પિતાને જીવનભર પારિવારીક પેન્શન મળશે.આ નિયમ એ બાબતને સુનિશ્ચિત કરવામાં આવેલ છે કે એવા માતા-પિતાની આર્થિક સુરક્ષા જળવાઈ રહે.
