Direct Tax Collections:સરકારની કમાણીમાં આવ્યો મોટો ઉછાળો, પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત રૂપિયા 12.12 લાખ કરોડ પહોંચી, STT કલેક્શન 53 ટકા વધી

Direct Tax Collections:વર્તમાન નાણાકીય વર્ષમાં 17મી સપ્ટેમ્બર સુધીમાં સરકારની ચોખ્ખી પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત 13 ટકા વધીને રૂપિયા 12.12 લાખ કરોડથી વધારે થઈ ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 18 Sep 2026 05:54 PM (IST)Updated: Fri, 18 Sep 2026 05:54 PM (IST)
net-direct-tax-collections-rises-13-per-cent-to-rs-1212-lakh-crores-stt-mop-up-jumps

Direct Tax Collections:વર્તમાન નાણાકીય વર્ષમાં 17મી સપ્ટેમ્બર સુધીમાં સરકારની ચોખ્ખી પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત 13 ટકા વધીને રૂપિયા 12.12 લાખ કરોડથી વધારે થઈ ગઈ છે. શુક્રવારે જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે ટેક્સ કલેક્શનમાં વધારો થવાને લીધે એડવાન્સ ટેક્સથી વધારે આવક થઈ છે. 

કોર્પોરેટ કરવેરાની વસૂલાત 19.48 ટકા વધી આશરે 5.56 લાખ કરોડ થઈ ગઈ છે. જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સ એટલે કે વ્યક્તિગત કરદાતાઓ અને હિંદુ અવિભક્ત પરિવારો(HUF)થી મળતી ટેક્સ રકમ 6 ટકા વધી રૂપિયા 6.16 લાખ કરોડથી વધારે રહી છે. 

STT કલેક્શન 53 ટકા વધ્યું

1લી એપ્રિલથી 17 સપ્ટેમ્બર વચ્ચે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન એટલે કે STTથી સરકારની આવક 53 ટકા વધી રૂપિયા 40,214 કરોડ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે CBDTની આંકડાકીય માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બર સુધીમાં સરકાર તરફથી જાહેર ટેક્સ રિફંડની રકમ પણ 29.19 ટકા વધીને રૂપિયા 2.20 લાખ કરોડથી વધારે થઈ ગઈ છે. 

કૂલ પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત રૂપિયા 14.32 લાખ કરોડ પાર થઈ છે.આ વધારો રૂપિયા 14.32 લાખ કરોડથી વધારે થઈ ગયું છે.17 સપ્ટેમ્બર સુધીમાં એડવાન્સ કરવેરાની વસૂલાત 16.18 ટકા વધી આશરે રૂપિયા 5.22 લાખ કરોડ થઈ ગયું છે. તેમાં કોર્પોરેટ એડવાન્સ ટેક્સથી મળનારી રકમ 18 ટકા વધી રૂપિયા 4.16 લાખ કરોડથી વધારે થઈ ગયું છે. જ્યારે નોન-કોર્પોરેટ એડવાન્સ ટેક્સની વસૂલાત 9.24 ટકા વધી રૂપિયા 1.06 લાખ કરોડ થઈ ગઈ છે.