Youtube Account Hack: દેશની સર્વોચ્ચ અદાલતનું યુ-ટ્યુબ હેક, તમારી ચેનલને હેકર્સના કંટ્રોલમાં જતા બચાવવા આટલું કરો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Sep 2024 06:03 PM (IST)Updated: Fri, 20 Sep 2024 06:03 PM (IST)
my-youtube-account-is-hacked-what-to-do

Youtube Account Hack: દેશની સર્વોચ્ચ અદાલતની યુ-ટ્યુબ ચેનલ આજે હેક થઈ ગઈ હતી. હેકર્સ દ્વારા સુપ્રીમ કોર્ટનું નામ બદલીને તેમાં ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલ પોસ્ટ કરી દીધી હતી. હકીકતમાં સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હેકર્સ ચાંપતી નજર રાખીને બેઠા હોય છે. એવામાં જો તમારી યુ-ટ્યુબ ચેનલના લાખો સબસ્ક્રાઈબર્સ હોય અને વીડિયો બનાવીને તમે કમાણી કરતા હોય તો તમારે વધારે તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે હેકર્સ હંમેશા આવા એકાઉન્ટને જ ટાર્ગેટ કરતા હોય છે. જો તમારી યુ-ટ્યુબ ચેનલ હેક થઈ જાય તો, તમે તમારું એકાઉન્ટ એક્સેસ નહીં કરી શકો.

હેકર્સ તમારા યુ-ટ્યુબ એકાઉન્ટને કંટ્રોલ કરીને તેને વેચી નાંખશે અથવા તો એડ રેવન્યુ માટે યુઝ કરી શકે છે. જો ક્યારેય પણ તમારું એકાઉન્ટ હેક થયું હોય તો તમારે શું કરવું જોઈએ? તે આજે અમે તમને જણાવીશું.

કેવી રીતે ખબર પડે યુ-ટ્યુબ એકાઉન્ટ હેક થયું છે?

YouTube એકાઉન્ટ હેક થયું હશે, તો તમે તમારા એકાઉન્ટમાં લોગઈન નહીં કરી શકો. આ સાથે જ તમારી યુ-ટ્યુબ ચેનલના ડિસ્ક્રીપ્શન, પ્રોફાઈલ પિક્ચર અને યુ-ટ્યુબ હેન્ડલ સહિત અન્ય જાણકારીઓ બદલાયેલી જોવા મળશે.

YouTube એકાઉન્ટ હેક થવા પર આટલું કરો

જો તમારું યુ-ટ્યુબ એકાઉન્ટ હૈક થયું હોય તો તમે તમારું એકાઉન્ટ લોગઈન કરી શકશો અથવા તો લોગઈન ના પણ કરી શકો. આ બન્ને સ્થિતિમાં તમારે શું કરવું તેના વિશે જણાવીએ.

Log In કરી શકો તો શું કરવું?

જો તમારું એકાઉન્ટ હેક થયા બાદ પણ લોગ ઈન છે, તો સૌ પ્રથમ તો તમારે પાસવર્ડ બદલવો પડશે. આ સાથે જ એકાઉન્ટને તમામ ડિવાઈઝથી લોગઆઉટ કરવું પડશે. જેના માટે અહીં જણાવેલી પ્રોસેસ સ્ટેટ બાય સ્ટેપ ફોલો કરો

  • સૌ પ્રથમ તમારે બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટ લોગઈન કરવું પડશે
  • ગુગલ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરીને તમારે મેનેજ યોર ગુગલ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે
  • અહીં તમને સિક્યુરિટીનો ઑપ્શન દેખાશે, જેના પર ટેપ કરીને સાઈનિંગ ટૂ ગૂગલ પર જવાનું રહેશે
  • અહીં પાસવર્ડ ઑપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે નવો પાસવર્ડ નાંખવો પડશે. અહીં બને ત્યાં સુધી સ્ટ્રોન્ગ પાસવર્ડ જ રાખો.
  • સૌ પ્રથમ Google એકાઉન્ટમાં લોગઈન કરો
  • ગુગલ પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરીને મેનેજ યૉર ગુગલ એકાઉન્ટ પર જાવ
  • અહીં સિક્યુરિટી પર ક્લિક કરીને યોર ડિવાઈઝ ઑપ્શન સિલેક્ટ કરો
  • અહીં તમને તમારા તમામ ડિવાઈઝનું લિસ્ટ દેખાશે. જેમાં એકાઉન્ટ લોગ-ઈન હશે. અહીં તમામ ડિવાઈઝને રિમુવ કરી દો, જે તમારા ના હોય.

બીજી સ્થિત જેમાં તમે તમારું યુ-ટ્યુબ એકાઉન્ટ લોગ ઈન નથી કરી શકતો, તો આવી સ્થિતિમાં તમારી પાસે યુ-ટ્યુબ એકાઉન્ટ રિકવરી પ્રોસેસ એકમાત્ર વિકલ્પ જ બચે છે.

તમારા યુ-ટ્યુબ એકાઉન્ટને હેકર્સથી આવી રીતે બચાવો

હૈક થઈ ગયેલા યુ-ટ્યુબ એકાઉન્ટને રિકવર કરવું સરળ નથી હોતુ. એવામાં જો તમે તમારા એકાઉન્ટને હેકર્સથી બચાવવા માંગતા હોય તો અહીં શેર કરેલી કેટલીક ટિપ્સ અપનાવવી જોઈએ.

  • સિક્યોર બ્રાઉઝરનો ઉપયોગ કરો
  • સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખો
  • કૉમેન્ટમાં આવતી સ્પામ લિન્ક પર ક્લિક ના કરશો
  • થર્ડ પાર્ટી એપ્સ અને ઓથોરાઈઝ્ડ ડિવાઈઝ પર નજર રાખો
  • એકાઉન્ટ રિકવરી ઑપ્શનને અપડેટ રાખો