FD Or Mutual Funds:વર્ષ 2026માં ફિક્સ્ડ ડિપોઝીટ કે મ્યુચ્યુઅલ ફંડ પૈકી ક્યાં સૌથી સારી તક રહેલી છે

દેશમાં રોકાણને અનેક સારા વિકલ્પો એટલે કે વિકલ્પો ઉપલબ્ધ છે. આ પૈકી બેન્ક FD અને મ્યુચ્યુઅલ ફંડ્સનો પણ સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ છે કે કોઈ વર્ષ 2026માં રોકાણ કરવાનું આયોજન ધરાવતી હોય તો તેમને ક્યા સારી તક ઉપલબ્ધ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 03:07 PM (IST)Updated: Thu, 05 Nov 2026 03:11 PM (IST)
which-offers-better-opportunity-in-2026-fixed-deposits-or-mutual-funds

FD Or Mutual Funds:દેશમાં રોકાણને અનેક સારા વિકલ્પો એટલે કે વિકલ્પો ઉપલબ્ધ છે. આ પૈકી બેન્ક FD અને મ્યુચ્યુઅલ ફંડ્સનો પણ સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ છે કે કોઈ વર્ષ 2026માં રોકાણ કરવાનું આયોજન ધરાવતી હોય તો તેમને ક્યા સારી તક ઉપલબ્ધ છે. રોકાણની દ્રષ્ટીએ વધારે સારી તક રહેલી છે. જોકે રિસ્ક અને વળતરને જોવામાં આવે તો વિશેષ અંતર છે.

આ વર્ષે એટલે કે વર્ષ 2026માં બેન્ક FD અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ પૈકી ક્યાં વધારે સારું વળતર મળવાની તક રહેલી છે તે માહિતી જાણવી જરૂરી છે. જોકે આ એક માહિતી છે તે કોઈ રોકાણની ચોક્કસ સલાહ નથી.

બેન્ક FD કે મ્યુચ્યુઅલ ફંડ

દેશમાં રોકાણના અનેક વિકલ્પો પૈકી FD એક સુરક્ષિત રોકાણ છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વળતર ફિક્સ રહેતું નથી અને જોખમ પણ રહેલું છે. નિષ્ણાતોનું માનવું છે કે બેન્ક પોતાની FD પર મહત્તમ 7થી 8 ટકા અથવા 8.50 ટકા સુધીનું વાર્ષિક વળતર આપે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વળતર શેરબજાર પર આધારિત છે. એક વર્ષમાં સામાન્ય રીતે 12 ટકા સુધી હોઈ શકે છે.

જોકે, બજાર અને ફાયનાન્શિયલ બાબતોના નિષ્ણાતો બેન્ક FD અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણને લઈ અલગ-અલગ અભિપ્રાય ધરાવે છે. તેમના મતે જે લોકોને સુરક્ષિત રોકાણ સાથે ચોક્કસ વળતર ઈચ્છે છે તેમણે બેન્ક FDમાં રોકાણ કરવું જોઈએ.

જ્યારે જે લોકો જોખમ સાથે કોઈ નિયંત્રણ ધરાવતા નથી અને બજારને લઈ સમજણ ધરાવે છે તેઓ વળતરની સારી આશા રાખે છે, પણ તેમાં આવતા જોખમથી ચિંતિત નથી તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વિચાર કરી શકે છે.