Mutual Fund September:ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્ડસ્ટ્રીમાં સપ્ટેમ્બર 2026માં સ્મોલકેપ ફંડોએ સૌથી વધારે રૂપિયા 9039 કરોડની સૌથી વધુ AUM આકર્ષિત કરેલ છે. સપ્ટેમ્બર 2026માં ઈક્વિટીની મોટાભાગની કેટેગરીઝમાં એકંદરે પોઝીટીવ નેટ સેલ્સ એટલે કે ચોખ્ખુ વેચાણ જોવા મળ્યું છે.
ઈક્વિટી ફંડ કેટેગરીમાં છેલ્લા 12 મહિના દરમિયાન ફ્લેક્સી કેપ ફંડ્સ ચોખ્ખા વેચાણની દ્રષ્ટિએ સૌથી આગળ રહેલ છે. જ્યારે હાઈબ્રિડ ફંડ કેટેગરીમાં છેલ્લા 12 મહિના દરમિયાન મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ સૌથી વધારે ચોખ્ખા વેચાણ સાથે મોખરાના સ્થાને રહેલ છે.
સપ્ટેમ્બર મહિનામાં સ્મોલકેપ ફંડ્સ વ્યાપક રીતે ચર્ચામાં રહ્યું છે, કારણ કે તેમાં રૂપિયા 9039 કરોડથી વધારે AUM આકર્ષિત થયેલ હતી. ફ્લેક્સી કેપ ફંડ્સ બાદ આ બીજી કેટેગરીમાં રૂપિયા 67,765 કરોડનું રોકાણ નોંધાયું છે.
ફ્લેક્સી કેપ ફંડ્સ કેટેગરી છેલ્લા 12 મહિનામાં નેટ સેલ એટલે કે ચોખ્ખા વેચાણની દ્રષ્ટિએ મોખરે રહેલ છે. સપ્ટેમ્બર 2026માં મોટાભાગની ઈક્વિટી કેટેગરીમાં પોઝીટીવ નેટ સેલ્સ જોવા મળેલ છે. હાઈબ્રિડ ફંડ્સ કેટેગરીમાં મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં નોંધપાત્ર વેચાણ જોવા મળ્યું છે.
છેલ્લા 12 મહિનાની સાથે સાથે સપ્ટેમ્બર મહિના દરમિયાન મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સમાં ચોખ્ખું વેચાણ સૌથી વધારે રહ્યું છે, જે અનુક્રમે રૂપિયા 67,203 કરોડ અને રૂપિયા 3,667 કરોડ હતું.
સપ્ટેમ્બર 2026માં ઈન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં 5 લાખ રાણકારોનો ઉમેરો થયો છે. સપ્ટેમ્બર 2026માં રોકાણકારોની કૂલ સંખ્યા વધીને 6.33 કરોડ પહોંચી છે. છેલ્લા 12 મહિનામાં 69 લાખ નવા રોકાણકારો ઉમેરાયા છે જે ગયા વર્ષે આ અવધિમાં 79 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા.
સપ્ટેમ્બર 2026માં SIP ફ્લો રૂપિયા 32,490 કરોડ સુધી અત્યાર સુધીના સૌથી ઊંચા લેવલ પર પહોંચ્યો છે, તે 3 વર્ષથી ઓછા સમયમાં બે ગણો થયો છે. માસિક ધોરણે SIP પ્રવાહ (વાર્ષિક ધોરણે 11 ટકા વધારે) સપ્ટેમ્બર 2026માં રૂપિયા 32,490 કરોડના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો હતો,જે સપ્ટેમ્બર 2025માં રૂપિયા 29,361 કરોડ હતો. સપ્ટેમ્બર 2026માં SIP ખાતાની સંખ્યા 10.89 કરોડ થઈ ગઈ છે,જે ગયા વર્ષની તુલનામાં 11.9 ટકા વધારે છે. સરેરાશ SIP સાઈઝ ઘટીને રૂપિયા 2,984 પ્રતિ મહિના રહી છે, જે ગયા વર્ષે સમાન અવધીમાં રૂપિયા 3,018 પ્રતિ મહિના હતી
