Mutual Fund Data July 2026: જુલાઈ મહિનામાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. એક બાજુ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કૂલ રોકાણમાં 15 ટકાનો ઘટાડો થયો છે ત્યારે બીજીબાજુ સ્મોલકેપ ફંડ્સમાં મોટાપાયે રોકાણ ઠલવાયું છે. જુલાઈ મહિના દરમિયાન ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કૂલ રૂપિયા 24,667 કરોડનું રોકાણ આવ્યું હતું, જે જૂન મહિનામાં દરમિયાન રૂપિયા 28,973 કરોડની તુલનામાં ઓછું હતું.
ઈક્વિટીની વિવિધ કેટેગરીમાં સ્મોલકેપ ફંડ્સમાં સૌથી વધારે રોકાણ આવ્યું. આ કેટેગરીમાં રોકાણકારોએ રૂપિયા 7,767 કરોડનું રોકાણ કર્યું, જે આ સેગમેન્ટના ઈતિહાસમાં એક મહિનાનું સૌથી મોટું રોકાણ છે. ત્યારબાદ Midcap Fundમાં રૂપિયા 6,192 કરોડનું અને ફ્લેક્સિકેપ ફંડ્સમાં રૂપિયા 4,709 કરોડનું રોકાણ આવ્યું. Large And Midcapમાં રૂપિયા 3,425 કરોડ તથા મલ્ટીકેપ ફંડ્સમાં રૂપિયા 3,227 કરોડનો ફ્લો નોંધાયો હતો.
લાર્જકેપ અને ELSS ફંડ્સમાંથી રોકાણકારોએ પૈસા ઉપાડ્યાં
જુલાઈ મહિના દરમિયાન લાર્જકેપ ફંડ્સમાંથી સૌથી વધારે રૂપિયા 1,321 કરોડનું ભંડોળ ઉપાડવામાં આવ્યું. ટેક્સ બચત ધરાવતા ELSS ફંડ્સમાં પણ રૂપિયા 959 કરોડ પાછાં ખેંચવામાં આવ્યા. આ ઉપરાંત ડિવિડન્ડેડ ઈલ્ડ ફંડ્સથી રૂપિયા 169 કરોડ અને વેલ્યુ-કોન્ટ્રા ફંડ્સથી રૂપિયા 144 કરોડ આઉટફ્લો થયો. જો મહિના દર મહિને વધારો થતો જોવા મળ્યો તો સ્મોલકેપ ફંડ્સમાં રોકાણ 39 ટકા વધ્યું, જ્યારે ફોકસ્ડ ફંડ્સથી ફ્લોમાં 43 ટકાનો ઘટાડો થયો.
