Multibagger Penny Stock: ક્યારેક ક્યારેક શેરબજારમાં કંપનીઓ રોકાણકારોને ચોંકાવી દેતું હોય છે. Izmo Limited પણ આ પૈકી એક છે. ક્યારે એક નાના પેની સ્ટોક રહેલી આ કંપની હવે મલ્ટીબેગર બની ચુકી છે અને છેલ્લા 12 વર્ષમાં રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે.
એટલે જ તો 22 ડિસેમ્બરે જ્યારે શેરબજાર ખુલશે ત્યારે Izmoના શેર પર સૌની નજર રહેશે.
રૂપિયા 1 લાખનું રોકાણ બનાવી આપ્યું આશરે રૂપિયા 1.23 કરોડ
ઓગસ્ટ 2013થી અત્યાર સુધીમાં Izmoના શેર દ્વારા 12200 ટકા વળતર આપ્યું છે. એટલે કે કોઈએ તે સમયે રૂપિયા 1 લાખ રોકાણ કર્યું હોય તો વર્તમાન સમયમાં તેનું મૂલ્ય વધીને આશરે 1.23 કરોડ રૂપિયા થઈ ગયું હોત. આ કંપની હવે રોકાણકારોની નજરમાં મલ્ટબેગર કંપની બની ગઈ છે.
શુક્રવારે કામકાજ દરમિયાન Izmoના શેર 0.86 ટકા ગગડી રૂપિયા 793.50 પર બંધ રહ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં Izmoના શેર 1,520 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં આ આંકડો 938 ટકા રહ્યું છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 40.32 ટકા વળતર આપ્યું છે. જોકે છેલ્લા એક મહિનામાં 19.15 ટકા ઘટાડો નોંધાવ્યો છે.
છેલ્લા પાંચ કામકાજના સત્રમાં શેર આશરે 6.93 ટકા ગગડ્યો છે. Izmoનો છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 29 સપ્ટેમ્બર,2025ના રોજ રૂપિયા 1,374.70 છે અને છેલ્લા 52 સપ્તાહની નીચી સપાટી 4 માર્ચ 2025ના રોજ રૂપિયા 229.70 છે.
