Mukesh Ambani visits Siddhivinayak Temple: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ આઈપીએલ એલિમિનેટર મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. આ મેચ પહેલાં અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ બુધવારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી અને તેમના પૌત્ર પૃથ્વી અંબાણી સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મંદિર પરિસરમાં પ્રવેશતા અને પછી પ્રાર્થના કર્યા પછી જતા જોવા મળે છે. જ્યારે અંબાણી તેમના પૌત્ર પૃથ્વીને હાથમાં લઈને મંદિરની બહાર આવતા જોઈ શકાય છે, ત્યારે શ્લોકા મહેતા, જેઓ તેમના બીજા બાળકની અપેક્ષા રાખે છે, તેમને અનુસરતા જોઈ શકાય છે.
શું થયું મેચમાં?
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. મુંબઈ માટે કેમેરોન ગ્રીને 23 બોલમાં 41 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે નેહલ વાઢેરાએ 12 બોલમાં 23 રન ફટકારીને ટીમને 182 રન સુધી પહોંચાડી હતી. આ ટાર્ગેટના જવાબમાં લખનઉ 101 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને 81 રનથી મેચ હારી ગયું.