LPG Tights Rules:જો તમે લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. હકીકતમાં કેન્દ્ર સરકારના નવા નિયમ લાગુ કરતાં સ્પષ્ટ કર્યું છે કે જે ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મેળવવામાં આવેલ હોય તેમણે 30 દિવસમાં જ પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે.
આ નિયમ ઈન્ડેન, ભારત ગેસ અને HP ગેસ ગ્રાહકો પર લાગુ થશે. તેનો ઉદ્દેશ ડુપ્લિકેટ કનેક્શન ખતમ કરવાનો છે, સબસિડીને વધારે સારી રીતે અને સિલિન્ડરની સપ્લાઈને એવા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મોકલવાનો છે કે જ્યાં પાઈપ્ડ ગેસ સુવિધા ઉપલબ્ધ નથી.
30 દિવસમાં કનેક્શન સરેન્ડર કરવાને લગતો નિયમ
ગયા મે મહિનામાં સરકારે LPG (સપ્લાઈ અને ડિસ્ટ્રીબ્યુશનનો નિયમ) સુધારા આદેશ 2026ને ઈશ્યુ કરવામાં આવ્યો હતો. આ સુધારાને લગતા નિયમો અંતર્ગત જે પરિવાર PNG કનેક્શન લો છો તેમણે 30 દિવસની અંદર વર્તમાન LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. જો કોઈ એક પરિવાર 1 જૂનના રોજ PNG કનેક્શન લે છે તો તેમણે 1લી જુલાઈ સુધીમાં LPG અકાઉન્ટ બંધ કરવું રહેશે. જો તેમ નહીં કરે તો LPG રિફિલ પર પ્રતિબંધ લાગી શકે છે અને અકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે.
ટ્રાન્સફર વાઉચર કોને મળશે?
જોકે સરકારે કામ કે અભ્યાસ માટે એક શહેરથી બીજા શહેરમાં જતા લોકોની સુવિધા માટે ખાસ જોગવાઈઓ કરી છે. આવા ગ્રાહકોને તેમનું LPG કનેક્શન છોડી દીધા પછી ટ્રાન્સફર વાઉચર આપવામાં આવશે. તેનાથી તેમને જ્યાં PNG ઉપલબ્ધ નથી ત્યાં LPG કનેક્શન પાછું મેળવવામાં મદદ મળશે. તેનાથી ભાડૂઆતો, વિદ્યાર્થીઓ, સ્થળાંતરિત કામદારો અને ટ્રાન્સફરેબલ નોકરીઓ ધરાવતા લોકો માટે મોટી ચિંતા દૂર થવાની અપેક્ષા છે. વર્તમાન નિયમો હેઠળ ગ્રાહકો તેમની શ્રેણી અને વિસ્તારના આધારે 25 દિવસ, 35 દિવસ અથવા 45 દિવસના અંતરાલ પર સિલિન્ડર બુક કરાવી શકે છે.
