LTCG Update:LTCG અંગે સરકારે નિષ્ણાતો પાસેથી અભિપ્રાય મંગાવ્યા, શું આ ટેક્સ હટાવવાથી વિદેશી રોકાણકાર પરત ફરશે?

અત્યારે 12 મહિનાથી વધારે સમય સુધી રાખવામાં આવેલ શેર પર LTCG 12.5 ટકા છે, દેશી તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બન્નેને માટે છે. સેસ અને સરચાર્જ સાથે તે આશરે 15 ટકા થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 27 Oct 2026 12:14 PM (IST)Updated: Tue, 27 Oct 2026 12:14 PM (IST)
modi-government-seeks-views-on-ltcg-would-its-removal-bring-back-foreign-investors

LTCG Update:શેરબજારમાં સતત વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો(FII)ને દેશમાં રોકાણ માટે પરત બોલાવવા માટે શેર પર લગાવવામાં આવેલ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG)ને ખતમ કરવાની માંગ થઈ રહી છે. આ દરમિયાન સરકારે બજાર સાથે સંકળાયેલ લોકો અને ટેક્સ બાબતોના નિષ્ણાતો પાસેથી તેમના અભિપ્રાય મંગાવ્યા છે.

માહિતગાર સૂત્રો પ્રમાણે વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી વચ્ચે સરકાર કેપિટલ માર્કેટ પર લગાવવામાં આવતા ટેક્સની ફરી એક વખત સમીક્ષા કરવાની યોજના ધરાવે છે.

આ પગલું નાણાં મંત્રી નિર્મલા સીતારમણના તે નિવેદન બાદ ભરવામાં આવ્યું છે કે જે 13 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. બજેટ નજીક છે અને તૈયારી શરૂ થઈ ચુકી છે. મારા માટે આ બાબત કહેવા આ યોગ્ય સમય નથી કે હું શું માનીશ અને શું નહીં.


અત્યારે 12 મહિનાથી વધારે સમય સુધી રાખવામાં આવેલ શેર પર LTCG 12.5 ટકા છે, દેશી તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બન્નેને માટે છે. સેસ અને સરચાર્જ સાથે તે આશરે 15 ટકા થાય છે. આ ઉપરાંત ઈક્વિટી રોકાણ પર STT 0.1 ટકા ખરીદદાર અને વેચવનાર બનને માટે વસૂલ કરવામાં આવે છે અને 0.015 ટકા સ્ટેમ્પ ડ્યુટી ખરીદી કરનાર પાસે વસૂલ કરવામાં આવે છે.