MK Sons Fine Jewels IPO: એમકે સન્સ ફાઇન જ્વેલ્સ લિમિટેડે પોતાના ઇક્વિટી શેરનો આઈપીઓ જાહેર કર્યો છે. આ ઓફરમાં 1,36,00,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારક રામચંદ મુરલીધર રૈમલાણી દ્વારા 34,00,000 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર સામેલ છે.
એમ કે સન્સ ફાઇન જ્વેલ્સ લિમિટેડ રિટેલ વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી જ્વેલરી કંપની છે. વર્ષ 2012થી કંપની પોતાના રિટેલ શોરૂમની ચેઇન મારફતે સોના, હીરા અને ક્યુબિક ઝિર્કોનિયા (સીઝેડ) જ્વેલરીની વિવિધ શ્રેણીઓનું માર્કેટિંગ અને વેચાણ કરે છે. હાલમાં કંપની મુંબઈમાં ત્રણ અને અમદાવાદમાં બે શોરૂમ ચલાવે છે. 30 જૂન, 2026ના રોજ આ પાંચેય શોરૂમનો કુલ કાર્યરત વિસ્તાર 6,513 ચોરસ ફૂટ હતો.
આઈપીઓમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ મહારાષ્ટ્રમાં એક નવો શોરૂમ શરૂ કરવા અને ગુજરાતમાં હાલના શોરૂમના વિસ્તરણ માટે જરૂરી માલસામાનની ખરીદીના ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીએ લીધેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી કરવા અથવા સમય પહેલાં ચૂકવવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ આ રકમનો ઉપયોગ કરવાની દરખાસ્ત છે.
કંપની પાસે ડાઇવર્સિફાઇડ જ્વેલરી પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં સ્ટોક કીપિંગ યુનિટ્સ (એસકેયુ) તરીકે ઓળખાતી 19,442થી વધુ અલગ અલગ પ્રોડક્ટ શ્રેણીઓનો સમાવેશ થાય છે. કંપનીની કિંમત નક્કી કરવાની વ્યૂહરચના વિશાળ ગ્રાહકવર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કંપનીની જ્વેલરીની શરૂઆતની કિંમત અંદાજે રૂ. 11,000 છે, જ્યારે તેમાં ઊંચી કિંમત ધરાવતી પ્રીમિયમ જ્વેલરીનો પણ સમાવેશ થાય છે.
કંપનીની આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ. 2,173.23 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 5,387.36 મિલિયન થઈ હતી. આ સમયગાળા દરમિયાન આવકમાં સીએજીઆર 57.45 ટકા રહ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2024માં રૂ. 81.65 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 517.99 મિલિયન થયો હતો. આ સમયગાળા દરમિયાન ચોખ્ખા નફાનો સીએજીઆર 151.87 ટકા રહ્યો હતો.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આઈપીઓ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.આ ઓફર માટે આર્યમન ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
