Microsoft Voluntary Exit Offer:દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે ભારત સહિત 4 દેશમાં પોતાના કર્મચારીઓ માટે સ્વૈચ્છિકપણે નોકરી છોડવાની યોજના શરૂ કરી છે. તે અંતર્ગત યાગ્યતા ધરાવતા કર્મચારી તેમની મર્જીથી કંપની છોડી શકે છે.તેના બદલામાં તેમને આર્થિક મદદ, સ્વાસ્થ વીમા અને અન્ય નોકરી શોધવામાં સહાયતા મળશે. કંપનીએ સોમવારે આ યોજનાની જાહેરાત કરી છે.
માઈક્રોસોફ્ટ ભારતમાં આશરે 23000 કર્મચારી ધરાવે છે. જોકે તેમાંથી કેટલા કર્મચારી આ યોજના માટે યોગ્યતા ધરાવશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં યોગ્યતા ધરાવતા કર્મચારીઓને આ દરખાસ્ત અંગે નિર્ણય લેવા માટે 1 ડિસેમ્બર સુધી સમય આપવામાં આવશે.
નોકરી છોડનાર કર્મચારીઓને કેટલા પૈસા મળશે
માઈક્રોસોફ્ટની આ યોજનાને વોલન્ટર એક્ઝિટ ઓફર (VEO) નામ આપવામાં આવ્યું છે. તે અંતર્ગત પોતાની ઈચ્છાથી નોકરી છોડનાર કર્મચારીઓને આર્થિક પેકેજ આપવામાં આવશે. માહિતી પ્રમાણે આ પેકેજ સામાન્ય રીતે નોકરીથી અલગ થવા પર મળતા વળતર જેવું હશે. તેમાં કર્મચારીઓને કંપનીમાં પૂરા કરેલ વર્ષના બદલે એક મહિનાનો મૂળ પગાર મળી શકે છે.
જો કોઈ કર્મચારીએ કંપનીમાં પાંચ વર્ષ પૂરા કર્યાં છે તો તેને પાંચ મહિનાનો મૂળ પગારની સમકક્ષ રકમ મળી શકે છે. જોકે, વાસ્તવિક ચુકવણી કર્મચારીની યોગ્યતા અને તેમને આપવામાં આવેલ દરખાસ્તની શરતો પર આધાર રાખશે. આ ઉપરાંત યોગ્યતા ધરાવતા કર્મચારીઓને સ્વાસ્થ્ય વિમા અને નવી નોકરીની શોધ અથવા કરિયારમાં ફેરફાર કરવા સાથે સંકળાયેલ સેવાઓ પણ મળશે.
કયા કર્મચારીઓને નોકરી છોડવાનો વિકલ્પ મળશે
માઈક્રોસોફ્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ હુમન રિસોર્સિંસ ઓફિસર એમી કોલમેને કંપનીના બ્લોગ પોસ્ટમાં આ યોજના અંગે માહિતી આપી છે. તેમણે ક્યું કે આ પ્રસ્તાવ ભારત, અમેરિકા, બ્રિટન અને કેનેડામાં કંપનીઓની ચોક્કસ ટીમોના યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે ઉપલબ્ધ થશે. તેમાં માઈક્રોસોફ્ટના આંતરિક પદ લેવલ 70 અને તેનાથી નીચેના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કંપનીમાં અલગ-અલગ જવાબદારીઓ અને સિનિયરોરિટીના આધાર પર કર્મચારીઓના પદ લેવલ નક્કી કરવામાં આવે છે.
