Old Pension Scheme in Maharashtra: બજેટ પહેલા જૂની પેન્શન યોજનાની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જૂની પેન્શન યોજનાને લઈને અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યાં હવે એક રાજ્ય સરકાર તરફથી પણ જૂની પેન્શન યોજના પર હકારાત્મક વલણ અપનાવી શકાય છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)નું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને સકારાત્મક છે.
જૂની પેન્શન યોજનાને લઈને CM શિંદેનું નિવેદન
એકનાથ શિંદેએ કહ્યું કે, રાજ્યનું શિક્ષણ વિભાગ OPSનો અભ્યાસ કરી રહ્યું છે. આગામી વિધાન પરિષદની ચૂંટણીઓ માટેની પ્રચાર રેલીને સંબોધન કરતા શિંદેએ એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર તાજેતરમાં યોજાયેલી દાવોસ શિખર સમ્મેલનમાં રોકાણ દરખાસ્તો પર હસ્તાક્ષર કરવાના વિપક્ષના આરોપોનો જવાબ તેના કામથી આપશે.
શિક્ષણ વિભાગ OPSનો કરી રહ્યું છે અભ્યાસ: શિંદે
આ સાથે એકનાથ શિંદેએ કહ્યું કે સરકાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ, બિન-અનુદાનિત શાળાઓ માટે જૂની પેન્શન યોજના અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 25 ટકા આરક્ષણ અંગે પણ સકારાત્મક છે. શિક્ષણ વિભાગ OPSનો અભ્યાસ કરી રહ્યું છે.
પેન્શન યોજના
જણાવી દઈએ કે આ પહેલા ઘણા રાજ્યો જૂની પેન્શન યોજના પાછી અપનાવી રહ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ જૂની પેન્શન યોજના શરૂ કરી દીધી છે અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) બંધ કરી દેવામાં આવી છે. જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીને નિવૃત્તિ પછી સંપૂર્ણ પેન્શનની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારીના પગારમાંથી પેન્શનની રકમ કાપવામાં આવતી નથી.
2004માં જૂની પેન્શન યોજના કરાઈ હતી બંધ
જો કે, 2004માં એનડીએ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ શરૂ કરી. જૂની પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્ત સરકારી કર્મચારીને વર્ષમાં બે વાર મોંઘવારી રાહત (DR)ના સુધારાનો લાભ મળતો હતો.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.