LPG Cylinder Price Hike: વર્ષ 2026 ની શરૂઆત સાથે જ મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. આજે 1 જાન્યુઆરી, 2026 ના રોજ તેલ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. આ સુધારા હેઠળ કોમર્શિયલ (Commercial) વપરાશમાં લેવાતા 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ₹111 નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે જૂના ભાવે જ ઉપલબ્ધ રહેશે.
શહેર-પ્રમાણે કોમર્શિયલ LPGની કિંમત (1 જાન્યુઆરી, 2026)
- દિલ્હી - નવો ભાવ ₹1691.50 (જૂનો ભાવ ₹1580.50થી વધીને)
- કોલકાતા - ₹1795 (₹1684થી વધીને)
- મુંબઈ - ₹1642.50 (₹1531.50થી વધીને)
- ચેન્નાઈ - ₹1849.50 (₹1754થી વધીને)
ઘરેલુ LPG ના ભાવ યથાવત (1 જાન્યુઆરી, 2026)
સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલુ રસોઈ ગેસના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. દેશના વિવિધ શહેરોમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:
- દિલ્હી: ₹853
- કોલકાતા: ₹879
- મુંબઈ: ₹852.50
- ચેન્નાઈ: ₹868.50
- અમદાવાદ: ₹860
વર્ષ 2025 માં ભાવમાં જોવા મળ્યો હતો ઘટાડો
વર્ષ 2025 માં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં એકંદરે ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોમાં સરેરાશ ₹238 નો ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ 2025 માં સૌથી વધુ ₹58.50 નો ઘટાડો થયો હતો.
જણાવી દઈએ કે, સ્થાનિક કર અને પરિવહન ખર્ચને કારણે LPG સિલિન્ડરની કિંમતો રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. દેશમાં સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, દર મહિને પહેલી તારીખે LPG તેમજ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં સુધારા અથવા ફેરફારની જાહેરાત કરે છે.
