LPG Network: દેશમાં LPG નેટવર્ક મજબૂત બનશે; રૂપિયા 7000 કરોડના ખર્ચથી 6 રાજ્યોને આવરતી 1800 કિમી નવી પાઈપલાઈન બિછાવાશે

LPG Pipeline Network: દેશમાં LPG સપ્લાઈ વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયામક બોર્ડ (PNGRB)એ આશરે 1800 કિમીની નવી LPG પાઈપલાઈન બનાવવાની મંજૂરી આપી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 22 Aug 2026 09:31 PM (IST)Updated: Sat, 22 Aug 2026 09:31 PM (IST)
lpg-pipeline-network-lpg-supply-network-to-expand-rapidly-clears-1800-km-pipeline-in-rs-7000-crore-mega-push-6-states-get-benefit

LPG Pipeline Network: દેશમાં LPG સપ્લાઈ વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયામક બોર્ડ (PNGRB)એ આશરે 1800 કિમીની નવી LPG પાઈપલાઈન બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે રૂપિયા 7000 કરોડનો ખર્ચ થશે. તેનાથી LPG પરિવહન સરળ થવાની સાથે માર્ગ પરિવહન પર નિર્ભરતા પણ ઓછું થશે.


આ નવી પાઈપલાઈનનો લાભ તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગોવાને મળશે. જાહેર સેક્ટરની અગ્રણી ગેઈલ ઈન્ડિયા લિમિટેડ આ ત્રણ પ્રોજેક્ટને વિકસાવશે. તેને લીધે દેશના PNGRB-અધિકૃત કૉમન કરિયર LPG પાઈપલાઈન નેટવર્ક આશરે 7,700 કિમીથી વધારીને આશરે 9,500 કિમી થઈ જશે.

ક્યાં-ક્યાં તૈયાર થશે પાઈપલાઈન?

PNGRBએ ત્રણ મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાં 556 કિમી લાંબી ચેરલાપલ્લી(તેલંગાણા)-નાગપુર(મહારાષ્ટ્ર) પાઈપલાઈન સામેલ છે. અન્ય 611 કિમી લાંબી ઝાંસી(ઉત્તર પ્રદેશ)- સિતારગંજ (ઉત્તરખંડ) LPG પાઈપલાઈન હશે. એવી જ રીતે પ્રોજેક્ટ 633 કિમી લાંબી શિકરાપુર(મહારાષ્ટ્ર)- ગોવા અને હુબલી(કર્ણાટક) પાઈપલાઈનની છે. 

વર્તમાન સમયમાં દેશમાં મોટા પ્રમાણમાં LPG સમુદ્ર માર્ગે આયાત થઈ તટીય ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તેને માર્ગ મારફતે દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. નવી પાઈપલાઈન વ્યવસ્થાથી લાંબા અંતર સુધી LPG ટેન્કરોના પરિવહન ઓછું થશે. તેનાથી લોજિસ્ટીક્સ ખર્ચ, ટ્રાફિક અને માર્ગ દુર્ઘટના જેવા જોખમો ઓછા કરવામાં મદદ મળશે. આ સાથે જ કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાની આશા છે.